Not Set/ JIOને ટક્કર આપવા Vodafone એ ઉતાર્યો આ પ્લાન

આજે દેશમાં મોટા ભાગનાં લોકો પાસે મોબાઈલ છે. ત્યારે લોકો મોબાઈલમાં ઈંટરનેટનો ઉપયોગ કરી શકે તે માટે JIO એ સસ્તા પ્લાન બજારમાં ઉતાર્યા હતા. દેશની લગભગ મોટા ભાગની ટેલિકોમ કંપનીને હંફાવી દેતુ JIOનાં આજે દેશભરમાં કરોડો કસ્ટમર બની ગયા છે. ત્યારે JIOને ટક્કર આપવા માટે અન્ય કંપનીઓ નવા-નવા પ્લાન લઇને આવી રહી છે. થોડા દિવસો […]

Business

આજે દેશમાં મોટા ભાગનાં લોકો પાસે મોબાઈલ છે. ત્યારે લોકો મોબાઈલમાં ઈંટરનેટનો ઉપયોગ કરી શકે તે માટે JIO એ સસ્તા પ્લાન બજારમાં ઉતાર્યા હતા. દેશની લગભગ મોટા ભાગની ટેલિકોમ કંપનીને હંફાવી દેતુ JIOનાં આજે દેશભરમાં કરોડો કસ્ટમર બની ગયા છે. ત્યારે JIOને ટક્કર આપવા માટે અન્ય કંપનીઓ નવા-નવા પ્લાન લઇને આવી રહી છે. થોડા દિવસો પહેલા JIO રિચાર્ઝ પ્લાન લઇને આવી હતી, જે પછી Vodafone  પણ 229 રૂપિયાનો રિચાર્ઝ પ્લાન લઇને આવ્યુ છે. આ પ્લાન મુજબ કસ્ટમરને અનલિમિટેડ લોકલ કોલ્સ, એસટીડી અને રોમિંગ કોલિંગ જેવા ફાયદાઓ મળશે.

આ છે વોડાફોનનો પ્લાન

Vodafone નાં 229 રૂપિયાનાં પ્લાનની અવધી 28 દિવસની છે. જેમા કસ્ટમરોને રોજ 2 GB ડેટા મળશે. એટલે કે 28 દિવસમાં 56 GB ડેટા મળશે. સાથે પ્રતિદિન 100 ફ્રી એસએમએસ પણ આપવામાં આવી રહ્યા છે. તદઉપરાંત અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલની સુવિધા મળશે. સાથે રોમિંગ કોલિંગની સુવિધા પણ મળશે. આ દરેક ફાયદાઓ સિવાય Vodafone પ્લે એપ નો પણ ફ્રી માં એક્સેસ મળશે. તદઉપરાંત લાઈવ ટીવી અને મૂવીઝની મઝા પણ આપ લઇ શકો છો.

JIO એ પણ ઉતાર્યો હતો પ્લાન

રિલાયંસ જિઓ પણ થોડા દિવસો પહેલા અમુક પ્લાન લઇને આવ્યા હતા. રિલાયંસ જિઓ પોતાના પ્રિપેડ કસ્ટમર્સને 198 રૂપિયા અને 399 રૂપિયાનાં રિચાર્ઝ કરાવવા પર ફ્રી અજિયો કૂપન આપી રહ્યુ છે. આ ઓફરનો ફાયદો નવા અને તાજેતરનાં જિઓ કસ્ટમર્સ બંન્ને ઉઠાવી શકે છે. આ ઓફર્સ માત્ર 3 જૂન થી 14 જુલાઇ 2019 સુધી છે.

આપને જણાવી દઇએ કે, રિલાયંસ જિઓ રિચાર્ઝ કરાવવા પર દરેક કસ્ટમર્સને 198 રૂપિયાનો જ અજિયો કૂપન મળશે. અજિયો રિલાયંસની શોપિંગ વેબસાઇટ છે, જેના પર કસ્ટમર કપડાથી લઇને એસેસરીઝ ખરીદી શકે છે. આ કૂપનને પાંચવાર રિડીમ કરવામાં આવી શકે છે, પરંતુ યૂઝર્સ એક મહિનામાં માત્ર એક જ વખત કૂપનનો ઉપયોગ કરી શકશો. તમે આનો ફાયદો ત્યારે જ ઉઠાવી શકશો જ્યારે 999 રૂપિયાની ખરીદી કરશો. જેનો ફાયદો ઉઠાવવા માટે 14 જુલાઈ સુધી રિચાર્ઝ કરાવવું પડશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.