ભોપાલ,
મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૧૫ વર્ષના એકચક્રી શાસનનો અંત કરીને કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં પોતાની સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે સોમવારે MPના મુખ્યમંત્રી તરીકે પાર્ટીના દિગ્ગજ નેતા કમલનાથે શપથ લીધા છે.
Bhopal: Kamal Nath takes oath as the Chief Minister of Madhya Pradesh. pic.twitter.com/3OyyFymcXK
— ANI (@ANI) December 17, 2018
રાજ્યપાલ આનંદીબેન પટેલે કમલનાથને મુખ્યમંત્રી તરીકે ગોપનિયતાના શપથ લેવડાવ્યા છે. આ સાથે જ તેઓ મધ્યપ્રદેશના ૧૮માં મુખ્યમંત્રી બની ગયા છે.
Bhopal: Opposition leaders at the swearing-in ceremony of Madhya Pradesh CM Kamal Nath. pic.twitter.com/kA2HnfXykD
— ANI (@ANI) December 17, 2018
જો કે આ શપથવિધિ સમારોહમાં વિપક્ષી પાર્ટીઓની એકતા પણ જોવા મળી હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ જેવા કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, UPAના ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મુખ્યમંત્રી નવજોતસિંહ સિદ્ધુ, નેશનલ કોન્ફરન્સના પ્રેસિડેન્ટ ફારુક અબ્દુલ્લા, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ, મલ્લિકાર્જુન ખડગે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને TDPના સુપ્રીમો એન ચંદ્રાબાબુ નાયડુ, NCPના ચીફ શરદ પવાર સહિતના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
#WATCH Madhya Pradesh: Former CM Shivraj Singh Chouhan, Jyotiraditya Scindia and Kamal Nath at Nath's swearing-in ceremony in Bhopal. pic.twitter.com/KrTz5RB5JT
— ANI (@ANI) December 17, 2018
આ ઉપરાંત સોમવારે શપથ લેનારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાઈલોટની સાથે સંતો-મહંતો તેમજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા છે.
