મુંબઇ,
એક્ટ્રેસ કેટરીના કૈફ પાસે હાલ તેના પાસે બેક ટુ બેક ઘણી ફિલ્મ છે. જ્યાં હાલ તે ફિલ્મ ‘ઝીરો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે આવામાં ન્યુઝ મળી રહ્યા છે કે કેટરીના કૈફ તેની પોપ્યુલર ફિલ્મ ‘ઝીંદગી ન મિલેગી દોબારા’ની સિક્વલમાં જોવા મળી શકે છે.
ડાયરેક્ટર ઝોયા અખ્તરની આ મલ્ટિસ્ટારાર ફિલ્મની સિક્વલ પર વાત કરતી વખતે કેટરીનાએ કહ્યું કે જ્યારે પણ ઝોયાને મળે છે તો કહેશે કે તેને આ ફિલ્મની સિક્વલ લખવી જોઈએ.
આપને જણાવી દઈએ કે કેટરીના કૈફ સિવાય આ ફિલ્મમાં હૃતિક રોશન, અભય દેઓલ, ફરહાન અખ્તર અને કલ્કિ કોચલિન જેવા એક્ટર્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. હાલ તો કેટરીના તેની આગામી ફિલ્મ ‘ઝીરો’માં નજરે પડશે.
![]()
ડાયરેક્ટર આનંદ એલ રોયની આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા જેવા સ્ટાર્સ પણ દેખાશે. આ ફિલ્મ 21 ડિસેમ્બર 2018 ના રોજ સિનેમામાં રિલીઝ થશે.
