મુંબઇ,
પ્રિયંકા ચોપરાનાં લગ્ન બાદ તેની કઝીન પરિણીતી ચોપરા પણ લગ્ન કરી રહી છે એવા સમાચાર આગની જેમ ફેલાયા હતા.પરિણીતી એક ઉભરતા કલાકાર ચરિત દેસાઈ સાથે લગ્ન કરી કરવાની છે એવા ન્યૂઝ આવ્યા બાદ તેનો રદિયો સામે આવ્યો છે.
પરિણીતીએ ટ્વિટર પર પોતાના લગ્નની વાતને ખોટી ગણાવી છે. પરિણીતીએ જણાવ્યું હતું કે, હું જ્યારે લગ્ન કરીશ ત્યારે હું આનંદપૂર્વક તેની જાહેરાત પણ કરીશ.

એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે પરિણીતી હાલ ચરિત દેસાઈ નામના એક યુવાન સાથે ડેટ કરી રહી છે અને તેની સાથે લગ્ન કરી શકે છે. પરિણીતી અને ચરિત વચ્ચે 2016માં સંબંધો બંધાયા હતા. ચરિત દેસાઈએ રિતિક રોશનની ફિલ્મ અગ્નિપથ માટે કરણ મલ્હોત્રાના આસિસ્ટન્ટ રહી ચૂક્યો છે.

આપને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા તેના કથિત લોંગ ટાઇમ બોયફ્રેન્ડ ચરિત દેસાઈ સાથે લગ્ન કરી શકે છે. જણાવીએ કે પ્રિયંકા ચોપરાની પ્રી-વેડિંગ પાર્ટીના ડિનરમાં ચરિત દેસાઈ પરિણીતી સાથે જોવા મળ્યા હતા.આ ડિનરના ફોટો પણ પ્રિયંકાએ શેર કર્યા હતા અને લખ્યું, ફ્રેન્ડ્સ …ફેમિલી…!’ કહેવાય છે કે જોધપુરમાં લગ્નમાં આમંત્રિત થયેલા મહેમાનોની યાદીમાં ચરિત દેસાઈનું નામ પણ સામેલ હતું.

પરિણીતી 2016 માં ડ્રીમ ટીમ ટૂર દરમિયાન ચરિતને મળી હતી. આ દરમિયાન ટૂરમાં કેટરીના કૈફ,આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને આદિત્ય રોય કપૂર સાથે હતા.
