ત્રણ રાજ્યોની વિધાનસભાની ચુંટણીની હાર બાદ અમિત શાહે કહ્યું કે, લોકસભા ચુંટણીમાં ભાજપ સરકાર પહેલાં કરતાં વધુ સીટ જીતીને સત્તામાં આવશે.
2019 ની લોકસભા ચુંટણીમાં હવે થોડો સમય બાકી રહ્યો છે ત્યારે એક ટીવી શોનાં કાર્યક્રમમાં ભાજપનાં અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, દેશનાં લોકોને એક મજબુત સરકારની જરૂર છે નહી કે મજબુર સરકારની. વિપક્ષ પાર્ટીના ગઠબંધનને ઈને એમણે વાર કર્યો કે, મહાગઠબંધનનું કોઈ અસ્તિત્વ જ નથી. આ એક ભ્રમણા છે.
એમણે કહ્યું કે, મહાગઠબંધનની પોલિટીકલ પાર્ટીઓ એમનાં રાજ્ય પુરતી સીમિત છે. બીજા રાજ્યોની ચુંટણીમાં આ બધી પાર્ટીની અસર થવાની નથી. મધ્યપ્રદેશમાં ચંદ્રબાબુ, મહારાષ્ટ્રમાં મમતા દીદી કેટલો પ્રભાવ પાડી શકશે?
ચુંટણી લડવાના મુદ્દાને લઈને એમણે કહ્યું કે, ચુંટણી અલગ અલગ મુદાઓને લઈને લડવામાં આવે છે. રાજ્યની ચુંટણી અલગ મુદાઓ પર લડવામાં આવે છે અને લોકસભાની ચુંટણી અલગ મુદાઓ પર.
કોંગ્રેસ પર આક્ષેપો લગાવતા અમિત શાહે કહ્યું કે, રાજા મહારાજાઓ માટે લોકશાહી હતી નહી. ત્યાં રાજાનો દીકરો જ રાજા બનતો. પછી ભલે દીકરામાં આવડત હોય કે ન હોય. આજે પણ એવી ઘણી પાર્ટીઓ છે દેશમાં જ્યાં આવી જ સ્થિતિ છે. જ્યાં પાર્ટી અધ્યક્ષનો દીકરો જ નવો અધ્યક્ષ બને છે. પરંતુ ભાજપે આ રીતને તોડી છે અને એનો ફાયદો અમને મળ્યો છે. 2019 માં ભાજપ પહેલાં કરતાં વધુ સીટ પર જીતીને સત્તામાં આવશે.
