દેશમાં રેપની ઘટનામાં હવે કોઈ નવાઈ નથી રહી. નાની બાળકીઓથી લઈને આધેડ ઉમરની મહિલાઓ પણ આ શિકારનો ભોગ બને છે. નવાઈની વાત તો એ છે કે હવસના પુજારીઓ વિદેશી મહેમાનને પણ મુકતા નથી.
Goa: A British national was raped by an unidentified person at Canacona earlier today. The accused later ran away with her belongings.
— ANI (@ANI) December 20, 2018
ભારતમાં ફરવા આવેલી વિદેશી મહિલાઓ પણ હવે સેફ નથી. ગોવામાં ૪૨ વર્ષીય બ્રિટીશ મહિલા સાથે રેપ થયો હોવાનો મામલો સામે આવ્યો છે.
આ ઘટના ગુરુવાર સવારની છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સાઉથ ગોવાના પલોલેમ બીચ પાસે એક મહિલાનો રેપ કરવામાં આવ્યો હતો.આરોપીઓ મહિલાનો સામાન લઈને ભાગી ગયા હતા.
ગુરુવારે સવારે પીડિતા કોનકોના રેલ્વે સ્ટેશનથી પલોલેમ તરફ જઈ રહી હતી. પલોલેમમાં તે ભાડે રહેતી હતી. ઘરે જતી વખતે આરોપીએ તેને રસ્તામાં જ પકડી લીધી હતી અને ઘટનાને અંજામ આપ્યો હતો.
ગોવા ક્રાઈમ બ્રાન્ચે આ મામલાને આઈપીસીની ધારા ૩૭૬ હેઠળ અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે અને તપાસ હાથ ધરી છે. બીજી તરફ પીડીતાને મેડીકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવી છે.
દર વર્ષે આ સીઝનમાં ઘણા પર્યટકો વિદેશથી ભારત આવતા હોય છે અને તેઓ માર્ચ સુધી રહેતા હોય છે. પોલીસના કહેવા પ્રમાણે પીડિતા મહિલા પણ ગોવા ફરવા માટે આવી હતી.
