National News/ SC-ST અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, રોટેશનનો અધિકાર સરકારને!

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોઈ મતદાર કે ઉમેદવાર ચોક્કસ મતવિસ્તારને અનુસૂચિત જાતિ (SC) અથવા અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત જાહેર (SC ST Reservation)કરાવવાનો બંધારણીય કે કાનૂની અધિકાર ધરાવતો નથી

Top Stories India
સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોઈ મતદાર કે ઉમેદવાર ચોક્કસ મતવિસ્તારને અનુસૂચિત જાતિ (SC) અથવા અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત જાહેર (SC ST Reservation)કરાવવાનો બંધારણીય કે કાનૂની અધિકાર ધરાવતો નથી

National News : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Maharashtra Election)દરમિયાન SC-ST અનામત બેઠકોના રોટેશનને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો (Supreme Court Verdict)આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોઈ મતદાર કે ઉમેદવાર ચોક્કસ મતવિસ્તારને અનુસૂચિત જાતિ (SC) અથવા અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત જાહેર (SC ST Reservation)કરાવવાનો બંધારણીય કે કાનૂની અધિકાર ધરાવતો નથી. બેઠકોનું રોટેશન (Seat Rotation)કઈ પદ્ધતિથી અને કયા સમયગાળામાં કરવું તે નક્કી કરવાની જવાબદારી સરકારની રહેશે.

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીઓ માટે બનાવવામાં આવેલા ‘સીટોના અનામતની પદ્ધતિ અને રોટેશન (Seat Rotation)નિયમ, 2025’ ના નિયમ 12ને પડકારતી અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં નવા નિયમો હેઠળ રોટેશન ચક્ર ફરીથી શરૂ કરવાના નિર્ણય સામે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.

અરજદારની દલીલ હતી કે નવા સુધારા બાદ રોટેશનની પ્રક્રિયા નવેસરથી શરૂ થવાથી ઓછી SC-ST વસ્તી ધરાવતા વિસ્તારોને અનામતનો લાભ મળવાની શક્યતા ઘટી શકે છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. કોર્ટે જણાવ્યું કે 2025ના સુધારા બાદ યોજાનારી આગામી ચૂંટણીને રોટેશનની પ્રથમ ચૂંટણી ગણવામાં કોઈ કાનૂની ખામી નથી.

અનામત બેઠકોનું રોટેશન કોણ નક્કી કરશે?

ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ત્રણ જજોની ખંડપીઠે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે બેઠકોની અનામત અને તેના રોટેશન (Seat Rotation)ની વ્યવસ્થા કાયદા તથા બંધારણીય જોગવાઈઓના આધારે નક્કી થાય છે. સ્થાનિક સંસ્થાની કુલ વસ્તીમાં SC અને ST સમુદાયની વસ્તીના પ્રમાણને ધ્યાનમાં રાખીને અનામત (SC ST Reservation)બેઠકો નક્કી કરવામાં આવે છે.

જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ અવલોકન કર્યું હતું કે કાયદામાં અનામત બેઠકોના રોટેશન (Seat Rotation)ની જોગવાઈ હોવા છતાં તેની પદ્ધતિ અને સમયગાળો નક્કી કરવાની સત્તા સરકાર પાસે છે. આ બાબત સરકારના નીતિગત અને વહીવટી અધિકારક્ષેત્રમાં આવે છે.

 મતદારો અને ઉમેદવારો માટે શું છે ચુકાદાનો અર્થ?

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સ્પષ્ટ થયું છે કે કોઈ ચોક્કસ મતવિસ્તારને અનામત રાખવાની માગણી વ્યક્તિગત અધિકાર તરીકે કરી શકાય નહીં. મતદારો કે ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો કોર્ટમાં જઈને કોઈ ચોક્કસ બેઠકને SC-ST માટે અનામત (SC ST Reservation)જાહેર કરાવવાનો દાવો કરી શકશે નહીં.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે નિયમ 12 અનામત અને રોટેશનના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ નથી. આ ચુકાદો મહારાષ્ટ્રની જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીમાં અનામત બેઠકોની ફાળવણી તથા રોટેશનની પ્રક્રિયા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો: અનામત વિરુદ્ધ બોલવું ગુનો નથી, SC-ST એક્ટ હેઠળનો કેસ ખોટો છે : બોમ્બે હાઈકોર્ટે

આ પણ વાંચો: BJP અનામત વિરુદ્ધ, SC-ST સમુદાય આગળ વધે તેવું નથી ઇચ્છતી ભાજપ : રાહુલ ગાંધી

આ પણ વાંચો: SC-ST આરક્ષણ/ અનામતની મુદત 10 વર્ષ વધારવાના પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી આપી