Not Set/ નીતિન ગડકરી : મને પીએમ બનવામાં કોઈ રસ નથી, મારે અધૂરા કામ પુરા કરવા છે

દિલ્લી કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પીએમ બનવા અંગે તેમનુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે તેઓ વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનના પદના ઉમ્મેદવાર નહી બને. તેઓ હાલ જે પદ પર છે તેનાથી ખુશ છે. "No there is no chance. I am happy where I am right now", said Union Minister Nitin […]

Top Stories India Trending Politics

દિલ્લી

કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પીએમ બનવા અંગે તેમનુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે તેઓ વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનના પદના ઉમ્મેદવાર નહી બને. તેઓ હાલ જે પદ પર છે તેનાથી ખુશ છે.

વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની જગ્યા કોણ લેશે તેને લઈને દરેકને પ્રશ્ન થાય છે. જો કે આ પ્રશ્નનો જવાબ તો આવનારો સમય જ બતાવશે.

કેન્દીય મંત્રીએ વડાપ્રધાન બનવામાં કોઈ અંગત રસ દાખવ્યો નથી તેઓ પહેલા તેમના અધૂરા કામ પુરા કરવા માંગે છે.

એએનઆઈ સાથે વાતચીતમાં ગડકરીએ કહ્યું કે વડાપ્રધાન બનવાની કોઈ  સંભાવના જ નથી. હું અત્યારે જ્યાં છુ ત્યાં ખુશ છુ. મારે સૌપ્રથમ ગંગા નદીની પરિયોજનાઓ પૂરી કરવી છે. આ ઉપરાંત મારી સાથે એક્સપ્રેસ હાઈવેનું કામ છે. હું ચારધામ માટે રસ્તાઓ બનાવવા માંગું છુ. હું આ બધા કામને લઈને ખુશ છુ અને મારા તમામ કામને હું પુરા કરવા માંગું છુ.

પૂર્વોત્તર રાજ્યોમાં વિકાસની પરિયોજના મામલે પણ કેન્દ્રીય મંત્રીએ નિવેદન આપ્યું હતું. ગડકરીએ અરુણાચલ પ્રદેશમાં ૯૫૩૩ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની આધારશીલા મૂકી છે.

તેમણે જણાવ્યું કે વિકાસની પરિયોજનાઓને લઈને આવનારા સમયમાં પૂર્વોત્તર રાજ્યોનું નજરાણું જ બદલાઈ જશે.