મુંબઈ,
શુક્રવારે રિલીઝ થયેલી શાહરૂખ ખાન, કેટરીના કેફ અને અનુષ્કા શર્માની ફિલ્મ “જીરો”એ ધમાકેદાર ઓપનિંગ કર્યું છે. આ મુવીએ રિલીઝ થયાના પહેલા જ દિવસે ૨૦.૧૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
જો કે આ ફિલ્મ દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની “રોબોટ ૨.૦”નો સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ તોડી શકી નથી. આ પહેલા “રોબોટ ૨.૦”નું પ્રથમ દિવસનું કલેક્શન ૨૦.૨૫ કરોડ રૂપિયા રહ્યું હતું.
#AanandLRai 's #ZERO starring #ShahRukhKhan #KatrinaKaif and #AnushkaSharma has minted 20.14 Cr on day 1.
All-India.. Nett.. @aanandlrai @RedChilliesEnt @iamsrk @AnushkaSharma
— Ramesh Bala (@rameshlaus) December 22, 2018
ZERO ફિલ્મની કલેક્શનનો આ આંકડો ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ રમેશ બાલાએ રજૂ કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ દેશભરની અંદાજે ૪૪૦૦ સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી છે, જયારે વિદેશના અંદાજે ૧૫૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ કરાઈ છે અને ઝીરો ફિલ્મનું બજેટ ૨૦૦ કરોડ રૂપિયા છે.
