




રાજધાની દિલ્લીમાં શુક્રવારે સાંજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. ગાઝીપુર સ્થિત ડંપિંગ ગ્રાઉન્ડમાં સાંજે 4 વાગ્યાના અરસામાં એક મોટો ધમાકો થયો હતો. આ ધમાકો એટલો ગંભીર હતો કે કચરાનો પહાડ ધસીને રસ્તા પર આવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે કચરાનો ઢગ રસ્તા પર ધસી આવવાના કારણે 2 લોકોના મોત નીપજ્યા છે જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત છે. મહત્વનું છે કે ઈજાગ્રસ્ત લોકોની સંંખ્યાની હજી સુધી કોઈ પુષ્ટી થઈ નથી.
