Not Set/ અમદાવાદના વાસણામાં મોડી રાત્રે દારૂ-હુક્કાની મહેફિલ, 10 જેટલા નબીરાઓની ધરપકડ

અમદાવાદ, અમદાવાદના વાસણામાંથી મોડી રાત્રે દારૂ-હુક્કાની મહેફિલ ઝડપાઇ છે. સાથે 10 જેટલા લોકોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર વાસણમાં લાવણ્ય સોસાયટી પાસે એક બંગ્લો આવેલો છે. જ્યાં મોડી રાત્રે દારૂ-હુક્કાની મહેફિલ ચાલી રહી હતી. જેની બાતમી મળતાં પોલીસે આ બંગ્લામાં રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે 10 જેટલા નબીરાઓને દારૂ-હુક્કાની મહેફિલ માણતાં ઝડપી પાડ્યા […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના વાસણામાંથી મોડી રાત્રે દારૂ-હુક્કાની મહેફિલ ઝડપાઇ છે. સાથે 10 જેટલા લોકોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર વાસણમાં લાવણ્ય સોસાયટી પાસે એક બંગ્લો આવેલો છે.

જ્યાં મોડી રાત્રે દારૂ-હુક્કાની મહેફિલ ચાલી રહી હતી. જેની બાતમી મળતાં પોલીસે આ બંગ્લામાં રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે 10 જેટલા નબીરાઓને દારૂ-હુક્કાની મહેફિલ માણતાં ઝડપી પાડ્યા હતા.

સાથે હુક્કો તેમજ દારૂની બોટલ પોલીસે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બર હવે નજીક આવી રહી છે.

તેવામાં હવે નબીરાઓ પાર્ટી મનાવવા માટે પૂરજોશમાં આવી ગયા છે. તેવામાં પોલીસ દ્વારા રેડ પાડીને નબીરાઓને ઝડપી પાડવામાં આવે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પોલીસને 31 ડિસેમ્બર આવી એટલે જ કેમ રેડ પાડવાનું યાદ આવે છે.