Not Set/ ભાજપના આ મંત્રીએ કહ્યું : મને જવાહરલાલ નેહરુના ભાષણો પસંદ હતા

દિલ્હી, મોદી સરકારના પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમના નિવેદનોને લઈને આજકાલ વિવાદમાં રહે છે.નીતિન ગડકરીએ કહ્યું કે તેમને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ભાષણો ગમતા હતા. ત્રણ રાજ્યોમાં ભાજપની હાર પછી નીતિન ગડકરીએ હારની જવાબદારી સ્વીકારવા અંગે નિવેદન આપ્યું હતું.આ પછી હવે તેમને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિશે નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ […]

Top Stories India
દિલ્હી,
મોદી સરકારના પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમના નિવેદનોને લઈને આજકાલ વિવાદમાં રહે છે.નીતિન ગડકરીએ કહ્યું કે તેમને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ભાષણો ગમતા હતા.
ત્રણ રાજ્યોમાં ભાજપની હાર પછી નીતિન ગડકરીએ હારની જવાબદારી સ્વીકારવા અંગે નિવેદન આપ્યું હતું.આ પછી હવે તેમને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિશે નિવેદન આપ્યું છે.
એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ પંડિત નહેરૂના ભાષણોના વખાણ કર્યા અને કહ્યું કે તે તેમના ભાષણો મને પસંદ છે.
ગડકરીએ જવાહરલાલ નેહરુને ટાંકતા કહ્યું કે તે કહેતા કે દેશનો દરેક વ્યક્તિ દેશ માટે એક પ્રશ્ન છે,સમસ્યા છે.મને તેમના ભાષણો પ્રિય છે.હું એટલું તો કરી શકુને કે દેશ માટે સમસ્યા બનીને ના રહું.
નીતિન ગડકરીએ 24 ડિસેમ્બરે આપેલા આ ભાષણ પછી સોશિયલ મીડિયામાં અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.