પાટણા,
પાટણામાં આંતરરાજ્ય કાર ચોરી કૌભાંડમાં ભાજપના હોદ્દદારો સંડોવાયેલા છે અને પોલીસ તેને છાવરી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આંતરરાજ્ય કાર ચોરી કૌભાંડમાં લોકલ ક્રાઇમ બ્રાંચે લક્ઝુરિયસ ગાડીઓ સહિત 28 વાહનો પોલીસે જપ્ત કર્યા હતા. પાટણ શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર આ દેશવ્યાપી કૌભાંડમાં સસ્તાભાવે લક્ઝુરિયસવાહનો ખરીદનાર ભાજપના કાર્યકરોની પોલીસ દ્વારા કેમ અટકાયત કરવામાં આવતી નથી. પોલીસ ક્યારે આ ભાજપના હોદ્દદારોને છાવરવાનું બંધ કરશે. તેવું કિરીટ પટેલે કહ્યું હતું.
