Not Set/ નાગરિકત્વ સુધારણા બિલ/ ગુવાહાટીમાં વિરોધીઓ પર પોલીસ ફાયરિંગમાં 2નાં મોત

ગુરુવારે આસામના ગુવાહાટીમાં વિરોધીઓ પર પોલીસ ગોળીબારમાં ઘાયલ બે લોકોનાં મોત નીપજ્યા છે. ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે એક વ્યક્તિને મૃત હાલતમાં જ લાવવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે અધિકારીઓ મૃતકોના નામ જાહેર કરી શક્યા નથી. તેણે કહ્યું કે તેની ઓળખ થઈ શકી નથી. નાગરિકત્વ સુધારણા બિલ […]

Top Stories India

ગુરુવારે આસામના ગુવાહાટીમાં વિરોધીઓ પર પોલીસ ગોળીબારમાં ઘાયલ બે લોકોનાં મોત નીપજ્યા છે. ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે એક વ્યક્તિને મૃત હાલતમાં જ લાવવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

જોકે અધિકારીઓ મૃતકોના નામ જાહેર કરી શક્યા નથી. તેણે કહ્યું કે તેની ઓળખ થઈ શકી નથી. નાગરિકત્વ સુધારણા બિલ વિરુદ્ધ કરફ્યુના ઉલ્લંઘનમાં હજારો લોકો આસામની સડકો પર ઉતરી આવ્યા હતા. વિરોધ કરનારાઓ પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું હતું. પોલીસ દ્વારા ઘર્ષણમાં ઉતરેલા વિરોધીઓ પર ફાયરિંગ કરવામાં આવતા આ લોકો પોલીસની ગોળીનો શિકાર બન્યા હતા.

આસામના રાજ્યપાલે લોકોને શાંતિ માટે અપીલ કરી

આસામમાં રાજ્યપાલ જગદીશ મુળીએ ગુરુવારે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી, જ્યાં નાગરિકત્વ (સુધારા) બિલને લઈને ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ભૂતકાળમાં ધૈર્ય અને રાજકીય પરિપક્વતા દર્શાવી છે તે રીતે સંયમ જાળવવા મુળીએ તેમના એક નિવેદનમાં લોકોને અપીલ કરી.

તેમણે કહ્યું કે, જો વિદ્યાર્થી સમુદાયને સરકાર સાથે કોઈ ફરિયાદ હોય તો તેનો વિરોધ કરવાનો તેમનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ કાયદો અને વ્યવસ્થાને હાથમાં લીધા વિના તેમણે લોકશાહી રીતે અને શાંતિપૂર્ણ રીતે આવું કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.