haryana news/ ફરીદાબાદમાં કોચની હેવાનિયત: સગીર શૂટર સાથે દુષ્કર્મ

ફાઇવ સ્ટાર હોટલના રૂમમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ (Rape) કર્યું હતું

Top Stories India
Rape

Haryana News : હરિયાણાના ફરીદાબાદમાં રમતજગતને ઝંઝોડી નાંખે તેવી ઘટના સામે આવી છે. એક કોચ પર સગીર મહિલા શૂટર સાથે દુષ્કર્મ (Rape)આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે કોચે તેની રમતગમતની પર્ફોર્મન્સ અંગે ચર્ચા કરવાનો બહાનું બનાવી ફાઇવ સ્ટાર હોટલના રૂમમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. સાથે જ ઘટનાની જાણ કોઈને કરશે તો કરિયર ખતમ કરવાની અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપી હતી.

માહિતી અનુસાર, પીડિતા નોઈડાની એક કોલોનીમાં રહેતી 17 વર્ષીય શૂટર છે, જે 2017થી શૂટિંગની પ્રેક્ટિસ કરી રહી છે. તેણે જુલાઈ 2025થી કોચ અંકુશ ભારદ્વાજ પાસે તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. 16 ડિસેમ્બરના રોજ દિલ્હીની ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં નેશનલ લેવલની શૂટિંગ સ્પર્ધા ચાલી રહી હતી, જેમાં પીડિતાએ પણ ભાગ લીધો હતો.

જુલાઈ 2025થી કોચ અંકુશ ભારદ્વાજ પાસે તાલીમ લેવાનું શરૂ કર્યું

પીડિતાની માતાએ જણાવ્યા મુજબ, સ્પર્ધા દરમિયાન શૂટિંગ રેન્જ પર બધું સામાન્ય રહ્યું હતું. મેચ પૂરી થયા બાદ કોચે પીડિતાને ત્યાં જ રોકાવા કહ્યું હતું. બાદમાં કોચ શૂટિંગ રેન્જ પર પહોંચ્યો નહીં અને ફોન કરીને ફરીદાબાદના સૂરજકુંડ સ્થિત એક ફાઇવ સ્ટાર હોટલમાં બોલાવી. તેણે શૂટરના એન્ડ્યુરન્સ અને સ્કિલ અંગે વાત કરવાની અને ગેમમાં સુધારો કરાવવાનો બહાનો કર્યો હતો.

કરિયર અંગે ચિંતિત પીડિતા કેબ બુક કરીને હોટલ પહોંચી હતી. આરોપ છે કે હોટલ પહોંચ્યા બાદ કોચે તેને રૂમમાં બોલાવી બેક ક્રેક કરવાની વાત કરી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ (Rape) આચર્યું. પીડિતાએ વિરોધ કરતા કોચે તેની રમતગમતની કારકિર્દી બરબાદ કરવાની અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી.

આ ઘટના બાદ સગીર શૂટર ભારે માનસિક આઘાતમાં રહી હતી. લગભગ 20 દિવસ સુધી તેણે આ વાત કોઈને કહી નહોતી અને પોતાની પ્રેક્ટિસ પર પણ ધ્યાન આપી શકી નહોતી. અંતે હિંમત ભેગી કરીને તેણે પોતાની માતાને સમગ્ર ઘટના જણાવી. ત્યારબાદ 6 જાન્યુઆરીએ ફરીદાબાદના NIT મહિલા પોલીસ સ્ટેશનમાં કોચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી.

ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. ફરીદાબાદ પોલીસના પ્રવક્તા યશપાલ યાદવે જણાવ્યું કે હોટલના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવામાં આવી રહ્યા છે તેમજ હોટલ સ્ટાફના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. પીડિતાની કાઉન્સેલિંગની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે.

ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે

આ મામલાને લઈને નેશનલ રાઈફલ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ પણ કાર્યવાહી કરી છે. એસોસિયેશન દ્વારા આરોપી કોચ અંકુશ ભારદ્વાજને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્શન યથાવત રહેશે, તેવું એસોસિયેશન તરફથી જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ફરીદાબાદમાં શૂટર સાથે દુષ્કર્મ (Rape) નો આ પહેલો કેસ નથી. અગાઉ ભિવાનીની 22 વર્ષીય મહિલા શૂટર સાથે પણ ફરીદાબાદની એક હોટલમાં દુષ્કર્મ (Rape) ની ઘટના બની હતી. તે કેસમાં નશીલા પદાર્થ પિવડાવી બળાત્કાર (Rape) કરાયો હોવાનો આક્ષેપ હતો અને પીડિતાએ હિંમત બતાવી આરોપીઓને હોટલના રૂમમાં જ લોક કરી પોલીસને સોંપ્યા હતા.

ફરીદાબાદની આ તાજી ઘટનાએ રમતજગતમાં ખેલાડીઓની સુરક્ષા અને કોચ-એથ્લીટ સંબંધોને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં સગીરા સાથે ગેંગરેપ : પડોશી યુવકે ઘરે બોલાવી મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: દસ વર્ષની પુત્રી પર પિતાનો રેપઃ અમદાવાદમાં સંબંધોને શર્મસાર કરતી વધુ એક ઘટના

આ પણ વાંચો: સગીરા પર દુષ્કર્મ કેસમાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ ફટકારી