Madhyapradesh News/ મહિદપુરમાં હડકાયેલા કૂતરાનો આતંક: 40 લોકોને કરડ્યા બાદ મોત

ઉજ્જૈન જિલ્લાના મહિદપુરમાં હડકાયેલા કૂતરા (Rabid Dog)ના આતંકથી ભારે ગભરાટ ફેલાયો

India

Madhyapradesh News : બુધવારે મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહિદપુરમાં હડકાયેલા કૂતરા (Rabid Dog) ના આતંકથી ભારે ગભરાટ ફેલાયો. ટેન્શન સ્ક્વેર અને કીર્તનિયા બાખલ વિસ્તારમાં એક કૂતરાએ એક પછી એક કરીને લગભગ 40 લોકોને કરડ્યા, જેના પગલે તમામ પીડિતો સારવાર માટે હોસ્પિટલ દોડી ગયા.

થોડા સમય બાદ હડકાયેલા કૂતરા (Rabid Dog) નું મોત થયું

થોડા સમય બાદ હડકાયેલા કૂતરા (Rabid Dog) નું મોત થયું

ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ ટીમ હરકતમાં આવી અને સેનિટેશન ઇન્સ્પેક્ટર ઉમેશ દાવરેની આગેવાની હેઠળ હડકાયેલા કૂતરા (Rabid Dog) ને પકડી લેવામાં આવ્યો. થોડા સમય બાદ હડકાયેલા કૂતરા (Rabid Dog) નું મોત થયું, જેના કારણે વિસ્તારમાં ફરીથી ભયનો માહોલ સર્જાયો અને અગાઉ કરડાયેલા લોકો ફરી હોસ્પિટલ પહોંચ્યા.

મહિદપુરના મુખ્ય મ્યુનિસિપલ ઓફિસર રાજા યાદવે જણાવ્યું કે કૂતરો હડકાયો (Rabid Dog) હતો અને હાલ અન્ય ભટકતા કૂતરાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે.
મેડિકલ ઓફિસર ડૉ. એમ.એસ. રામપુરેએ જણાવ્યું કે છેલ્લા સાત દિવસમાં લગભગ 80 લોકો કૂતરા કરડવાના બનાવોમાં સારવાર માટે આવ્યા છે, જ્યારે ડિસેમ્બર 2025થી અત્યાર સુધી શહેર અને આસપાસના વિસ્તારોમાંથી 230થી વધુ કેસ નોંધાયા છે.

સાત દિવસમાં લગભગ 80 લોકો કૂતરા કરડવાના બનાવોમાં સારવાર માટે આવ્યા

આ તરફ, ગ્વાલિયરમાં પણ બુધવારે કૂતરાઓના હુમલાની ઘટના સામે આવી. શતાબ્દીપુરમ કોલોનીના ડી બ્લોકમાં શાળાએથી પરત ફરી રહેલા એક વિદ્યાર્થી પર લગભગ 12 પાલતુ કૂતરાઓએ હુમલો કર્યો. બાળક દોડીને બચી ગયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

આ કૂતરાઓ પડોશમાં રહેતી એક મહિલા દ્વારા પાળવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. પીડિતાના પિતા દ્વારા ફરિયાદ કરતા વિવાદ સર્જાયો, જે બાદમાં પોલીસની દરમિયાનગીરીથી મામલો શાંત થયો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં પહેલાં રખડતા ઢોર અને હવે કૂતરાંઓનો આતંક, 4 થી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચો: ખોખરામાં એક જ સોસાયટીમાં 5 લોકોને કડ્યું શ્વાન, શું છે હિંસક બનવાનું કારણ

આ પણ વાંચો: રાજકોટમાં જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત, 5 વર્ષના બાળકને ભર્યા બચકા