Not Set/ રાષ્ટ્રપતિના બોડીગાર્ડમાં જાતિવાદ કેમ ? આ ત્રણ જાતિના લોકોને જ કરાય છે પસંદ

રાષ્ટ્રપતિ પોતાના બોડીગાર્ડમાં માત્ર ત્રણ જાતિના લોકોને જ પસંદ કરે છે આ મામલે દિલ્લી હાઇકોર્ટે જવાબ માંગ્યો છે. અંગરક્ષકની ભરતીમાં જાટ, રાજપૂત અને જાટ શીખ જાતિના લોકોને જ સિલેક્ટ કરવામાં આવે છે. આ મામલે હાઇકોર્ટે પીટીશન દાખલ કરી કેન્દ્ર સરકાર અને સેનાના પ્રમુખ સાથે જવાબ માંગ્યો છે. હરિયાણાના નિવાસી ગૌરવ યાદવની પીટીશન પર જસ્ટીસ એસ […]

Top Stories India Trending

રાષ્ટ્રપતિ પોતાના બોડીગાર્ડમાં માત્ર ત્રણ જાતિના લોકોને જ પસંદ કરે છે આ મામલે દિલ્લી હાઇકોર્ટે જવાબ માંગ્યો છે.

અંગરક્ષકની ભરતીમાં જાટ, રાજપૂત અને જાટ શીખ જાતિના લોકોને જ સિલેક્ટ કરવામાં આવે છે. આ મામલે હાઇકોર્ટે પીટીશન દાખલ કરી કેન્દ્ર સરકાર અને સેનાના પ્રમુખ સાથે જવાબ માંગ્યો છે.

હરિયાણાના નિવાસી ગૌરવ યાદવની પીટીશન પર જસ્ટીસ એસ મુરલીધર અને જસ્ટીસ સંજીવ નરુલાએ રક્ષા મંત્રાલય, સેના પ્રમુખ અને તેના નિર્દેશકને નોટીસ આપવામાં આવી છે.

બેંચ દ્વારા આ તમામને ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. અ મામલે હવે પછીની સુનવણી ૮ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ કરવામાં આવશે.

પીટીશનમાં કહેવામાં આવ્યું છે કે માત્ર ત્રણ જાતિના લોકોને જ રાષ્ટ્રપતિના બોડીગાર્ડ માટેની પ્રાથમિકતા આપવામાં આવે છે. દેશના બીજા નાગરિકોને આ ભરતીથી વંચિત રાખવામાં આવે છે.

આ પ્રકારનો પક્ષપાત સંવિધાનના ૧૪, ૧૫(૧) અને ૧૬ પ્રમાણે નિયમોનું ઉલ્લંઘન કરે છે.

તમને જણાવી દઈએ કે આની પહેલા પણ આ સુપ્રીમ કોર્ટ અને દિલ્લી હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે દાખલ કરેલા પીટીશન પર વિચાર કરવાની ના પાડી દીધી હતી.