Not Set/ ટ્રિપલ તલાક બીલ : કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ બીલને સિલેક્ટ કમિટી પાસે મોકલવા માટે કરી માંગ

નવી દિલ્હી, ગુરુવારે સંસદના શિયાળુ સત્રનો ૧૦મો દિવસ છે, ત્યારે મુસ્લિમ સમુદાયની મહિલાઓને રક્ષણ આપતા ટ્રિપલ તલાકના બીલ અંગે લોકસભામાં આ મામલે ચર્ચા થઇ રહી છે. જો કે આ દરમિયાન વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સહિતની અનેક પાર્ટીઓના સાંસદો દ્વારા આ બીલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ બીલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગ કરી છે. કોંગ્રેસના […]

Top Stories India Trending

નવી દિલ્હી,

ગુરુવારે સંસદના શિયાળુ સત્રનો ૧૦મો દિવસ છે, ત્યારે મુસ્લિમ સમુદાયની મહિલાઓને રક્ષણ આપતા ટ્રિપલ તલાકના બીલ અંગે લોકસભામાં આ મામલે ચર્ચા થઇ રહી છે. જો કે આ દરમિયાન વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સહિતની અનેક પાર્ટીઓના સાંસદો દ્વારા આ બીલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ બીલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગ કરી છે.

national-parliament-winter-session-lok-sabha-discuss-triple-talaq-bill-congress-opposition-select commitee

કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવે કહ્યું હતું કે, ટ્રિપલ તલાક બીલના નામ પર મુસ્લિમ મહિલાઓને કાયદાકીય કેસ ઉપરાંત બીજું કઈ પણ આપવામાં આવી રહ્યું નથી. શાહબાનો અને સાયરા બાનોના કેસથી અમને કઈક શીખવાની જરૂરત છે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, ઇતિહાસમાં જો કોઈ કાયદાએ મુસ્લિમ મહિલાઓને અધિકાર આપ્યા છે તો તે રાજીવ ગાંધીની સરકાર દ્વારા લાવવામાં આવેલા ૧૯૮૬નો કાયદો છે. જેથી આ બીલને કમિટી પાસે મોકલવામાં આવે”.

આ ઉપરાંત RSPના સાંસદ એન કે પ્રેમચંદ્રન દ્વારા પણ સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા પ્રાવધાન અંગે પોતાની આપત્તિ જતાવી હતી. તેઓએ કહ્યું હતું કે, બીલ પહેલાથી જ સદનમાં પારિત કરવામાં આવી ચુક્યું છે, જેમાં મામૂલી ફેરફાર કરીને રજૂ કરવામાં આવી શકે એમ નથી.

સરકાર દ્વારા કરાયા આ ત્રણ ફેરફાર 

પ્રથમ સંશોધન : પહેલાની જોગવાઈ મુજબ આ કિસ્સામાં કોઈ પણ કેસ દાખલ કરી શકતું હતું, અને પોલીસ પણ નોંધ લઈ મામલો દાખલ કરી શકતી હતી.

હવે પછી સુધારો  :  હવે પીડિતા અને સાથી સંબંધી જ કેસ દાખલ કરી શકશે.

બીજું સંશોધન :  પોલીસ વિના કોઈ વૉરન્ટ વગર ધરપકડ કરી શકતી હતી.

હવે પછીની સુધારણા – મેજિસ્ટ્રેટને જમાનત આપવાનો અધિકાર રહેશે.

ત્રીજો સુધારો : પહેલા મુજબ કરારની કોઈ જોગવાઈ હતી, પરંતુ હવે બીલમાં સુધારો થયા બાદ મેજિસ્ટ્રેટની સામે પતિ-પત્નીની સમજૂતીની વિકલ્પ ખુલ્લો રહેશે.