Not Set/ VIDEO : #INDvAUS : બુમરાહનો આ સ્લો યોર્કર બોલ જોઈ કોહલી પણ થઇ ગયો હેરાન

મેલબર્ન, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ભારતે પોતાની પ્રથમ ઇનિગ્સ ૭ વિકેટના ૪૪૩ રનના સ્કોરે ડિક્લેર કરી હતી, ત્યારબાદ ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ધાતક બોલિંગ સામે કાંગારું બેટ્સમેન ઢેર થયા હતા અને માત્ર ૧૫૧ રનમાં ટીમ સમેટાઈ ગઈ છે. જો કે […]

Trending Sports

મેલબર્ન,

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ભારતે પોતાની પ્રથમ ઇનિગ્સ ૭ વિકેટના ૪૪૩ રનના સ્કોરે ડિક્લેર કરી હતી, ત્યારબાદ ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ધાતક બોલિંગ સામે કાંગારું બેટ્સમેન ઢેર થયા હતા અને માત્ર ૧૫૧ રનમાં ટીમ સમેટાઈ ગઈ છે.

જો કે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ દરમિયાન બુમરાહ દ્વારા ફેંકવામાં આવેલા સ્લો યોર્કર બોલને લઇ ખુબ ચર્ચા છે, તેને જોઇને પોતે કેપ્ટન વિરાટ કોહલી હેરાન થઇ ગયો હતો.

https://twitter.com/imsgshinde/status/1078476581129969666

હકીકતમાં કાંગારું બેટ્સમેન શોન માર્શ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની સામે જસપ્રીત બુમરાહ બોલિંગ કરી રહ્યો હતો. આ સમયે બુમરાહે સ્લો સ્લો યોર્કર બોલ કર્યો હતો.

આ બોલ પર માર્શ થાપ થાઈ ગયો હતો અને બોલ તેના પેડ પર વાગ્યો હતો. ત્યારબાદ આ બોલ પ ર્જોરથી અપીલ કરવામાં આવતા અમ્પાયરે માર્શને LBW આઉટ આપ્યો હતો.