શ્રીનગર,
જમ્મુ-કાશ્મીર હાલમાં અસહ્ય ઠંડીની ઝપેટમાં આવી ગયું છે અને આ સાથે જ ૨૮ વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.

શનિવારે શ્રીનગરમાં ઠંડીનું તાપમાન -૭.૨ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે નોંધાયું છે અને અન્ય વિસ્તારોમાં તાપમાન -માઈનસ ૨૧.૨ ડિગ્રી સુધી પહોચી ગયું છે.

ઠંડીની ઝપેટમાં કાશ્મીરનું પ્રસિદ્ધ દલ ઝીલ (તળાવ) પણ આવી ગયું છે અને પૂરી રીતે બરફમાં રૂપાંતરિત થયું છે.

આ પહેલા ૭ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ જમ્મુ-કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં તાપમાન માઈનસ ૮.૮ ડિગ્રી નોધાયું હતું.

રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો, પહલગામમાં – ૮.૩ ડિગ્રી, ગુલમર્ગમાં – ૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
જયારે દ્રાસમાં – ૨૧.૨ ડિગ્રી, લેહ : – ૧૭.૫ ડિગ્રી અને કારગિલમાં – ૧૬.૭ ડિગ્રી છે.

