Not Set/ ‘ભાઇ’ને હરાવી દિપીકા કક્કડ બની બીગ બોસ-12ની વિનર

મુંબઇ, બિગ બોસ-12માં વિજેતા કોણ બનશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો રવિવારે મોડી રાત્રે અંત આવી ગયો હતો. બિગબોસ-12માં દિપિકા કક્કડે તમામને પછડાટ આપીને ટ્રોફી જીતી લીધી હતી. સિઝનની શરૂઆતથી જ હોટ ફેવરીટ રહેલા શ્રીસંતની ફાઇનલમાં હાર થઇ હતી. તે બીજા સ્થાને રહ્યો હતો. દિલચસ્પ છે કે વિનરની રેસમાં તેની ટક્કર શો માં તેના સૌથી સારા […]

Trending Entertainment

મુંબઇ,

બિગ બોસ-12માં વિજેતા કોણ બનશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો રવિવારે મોડી રાત્રે અંત આવી ગયો હતો. બિગબોસ-12માં દિપિકા કક્કડે તમામને પછડાટ આપીને ટ્રોફી જીતી લીધી હતી. સિઝનની શરૂઆતથી જ હોટ ફેવરીટ રહેલા શ્રીસંતની ફાઇનલમાં હાર થઇ હતી. તે બીજા સ્થાને રહ્યો હતો. દિલચસ્પ છે કે વિનરની રેસમાં તેની ટક્કર શો માં તેના સૌથી સારા સાથી શ્રીસંત સાથે હતી. શ્રીસંત શો માં રનર-અપ રહ્યો.

રવિવારના દિવસે ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિપિકાએ બાજી મારી લીધી હતી. દિપિકાએ શોમાં સેલિબ્રિટી સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. સાથે સાથે 15 સપ્તાહ સુધી શોમાંથી પસાર થઇ હતી.

રસપ્રદ બાબત એ રહી હતી કે ફાઇનલમાં તેમની ટક્કર જોરદાર રહી હતી. બિગ બોસ ગ્રાન્ડ ફિનાલેમાં ટોપ પાંચમાં દિપિકા, શ્રીસંત, રોમિલ અને દિપક ઠાકુર તેમજ કરણવીર રહ્યા હતા. ફિનાલેની શરૂઆતમાં કરણવીર પણ બહાર થઇ ગયો હતો. ત્યારબાદ રોમિલ ચોધરી ટોપ ટુની રેસમાંથી બહાર થઇ ગયો હતો.

https://twitter.com/ColorsTV/status/1079441191844773888

આ બધા જોરદાર ટ્‌વીસ્ટ વચ્ચે આખરે દિપિકાએ બાજી મારી હતી. સ્પર્ધકોને એક એવી ઓફર કરવામાં આવી હતી કે જીતની રકમના એક હિસ્સાને તેઓ બહાર લઇને જઇ શકે છે. પરંતુ આના બદલે તેઓ સ્પર્ધામાંથી બહાર થઇ જશે. દિપકે રકમ ઘરે લઇ જવાનો નિર્ણય કર્યો હતો. દિપક બહાર થયા બાદ દિપિકા અને શ્રીસંત વચ્ચે જ સીધી સ્પર્ધા રહી હતી.

દિપિકા સૌથી પહેલા સસુરાલ સિમર કામાં નજરે પડી હતી. શોના થોડાક દિવસ પહેલા જ દિપિકાએ શોએબ સાથે લગ્ન કર્યા હતા. શો માં દીપિકા ઘણી વખત શોએબને મિસ કરતી જોવા મળી. શો માં દીપિકા અને શ્રીસંતનું સારું બોન્ડિંગ થઇ ગયું. બંનેનો ભાઇ-બહેન તરીકેનો પ્રેમ તેમના ચાહકોને ખૂબ પસંદ આવ્યો. આખી સીઝનમાં દીપિકા અને શ્રીસંતની વચ્ચે કેટલીય ઇમોશનલ મોમેન્ટ આવી પણ અંતમાં જીત માટે બંનેની વચ્ચે ટક્કર થવી તે ચાહકો માટે પણ ખૂબ દિલચસ્પ રહ્યું.

https://twitter.com/ColorsTV/status/1079316349128560640