Not Set/ મેટ્રો ટ્રેનનાં પ્રથમ 3 કોચ પહોંચ્યા અમદાવાદ, જાણો ક્યારથી શરુ થશે સફર

અમદાવાદ, અમદાવાદ સહીત ગુજરાતની જનતાની આતુરતાનો અંત આવી ચુક્યો છે, મેટ્રો ટ્રેનનાં પ્રથમ 3 કોચ અમદાવાદના એપરલ પાર્ક ખાતે આવી પહોંચ્યા છે. 15 જાન્યુઆરી બાદ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીનો  ટ્રાયલ રન શરુ રાવવામાં આવશે. તેમજ  માર્ચનાં અંત સુધીમાં મેટ્રો ટ્રેનનો કોમર્શિયલ રૂટ પણ શરુ કરવામાં આવશે. 15 જાન્યુઆરી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનના ટ્રાયલ […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદ સહીત ગુજરાતની જનતાની આતુરતાનો અંત આવી ચુક્યો છે, મેટ્રો ટ્રેનનાં પ્રથમ 3 કોચ અમદાવાદના એપરલ પાર્ક ખાતે આવી પહોંચ્યા છે. 15 જાન્યુઆરી બાદ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીનો  ટ્રાયલ રન શરુ રાવવામાં આવશે.

તેમજ  માર્ચનાં અંત સુધીમાં મેટ્રો ટ્રેનનો કોમર્શિયલ રૂટ પણ શરુ કરવામાં આવશે. 15 જાન્યુઆરી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનના ટ્રાયલ રનને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવશે. પ્રથમ તબક્કાનો વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી 6.5 કિમીના એલિવેટેડ રૂટ પ્રારંભ કરાવવામાં આવશે.

વડાપ્રધાનના હસ્તે ટ્રાયલ રનના બાદ માર્ચ 2019 સુધીમાં મેટ્રો ટ્રેન મુસાફરોની સેવા શરુ કરવામાં  આવશે. પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક છ સ્ટેશનો જેમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી અને એપરલ પાર્કનેના રૂટ પર ટ્રેન શરુ થશે. પ્રથમ ફેજ માટે 32 ટ્રેન ખાસ સાઉથ કોરિયાથી મંગાવામાં આવી છે.