Not Set/ નેટફ્લીક્સે સાઉદી અરેબિયાની આલોચના કરતો એપિસોડ હટાવ્યો

પત્રકાર જમાલ ખશોગીની હત્યાને મામલે નેટફ્લીક્સ પર  એપિસોડ હટાવી દેવામાં આવ્યો છે. એ કોમેડી શોના એપિસોડને હટાવી દેવામાં આવ્યો છે જેમાં સાઉદી અરેબિયાની આલોચના કરવામાં આવી છે. આ એપિસોડને લઈને સાઉદી અધિકારીઓએ ફરિયાદ કરી હતી. આ મામલો બહાર આવ્યા પછી હવે ઓનલાઈન સ્વતંત્રતા પર એક મોટો સવાલ ઉભો થઇ ગયો છે. ‘ પૈટ્રીઓટ એક્ટ વિથ […]

Top Stories World Trending Entertainment

પત્રકાર જમાલ ખશોગીની હત્યાને મામલે નેટફ્લીક્સ પર  એપિસોડ હટાવી દેવામાં આવ્યો છે. એ કોમેડી શોના એપિસોડને હટાવી દેવામાં આવ્યો છે જેમાં સાઉદી અરેબિયાની આલોચના કરવામાં આવી છે.

આ એપિસોડને લઈને સાઉદી અધિકારીઓએ ફરિયાદ કરી હતી. આ મામલો બહાર આવ્યા પછી હવે ઓનલાઈન સ્વતંત્રતા પર એક મોટો સવાલ ઉભો થઇ ગયો છે.

‘ પૈટ્રીઓટ એક્ટ વિથ હસન મિન્હાજ ‘ ના એપિસોડમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની નિંદા કરવામાં આવી હતી. આ ઉપરાંત યમનમાં સાઉદી નેતૃત્વવાળા સૈન્યના અભિયાનને પણ નિશાનો બનાવવામાં આવ્યો હતો.

આ મામલે નેટફ્લીક્સે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમે વૈશ્વિક સ્તર પર કલાકારોની સ્વતંત્રતાનું સમર્થન કરીએ છીએ અને સાઉદી અરેબિયા તરફથી અમને કાનૂની નોટીસ મળ્યા બાદ આ એપિસોડને અમે હટાવી દીધો છે.