Not Set/ DGPના આદેશની ઐસીતૈસી, રાજકોટમાં આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ

રાજકોટ, DGPનો સરઘસ ન કાઢવા અંગેનો પરિપત્ર હોવા છતાં રાજકોટમાં પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આરોપીઓનું સરઘસ જોવા લોકોના ટોળા જામ્યા હતા. ઉલ્લેખનિય છે કે, પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવેલા આરોપીઓએ 31 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે આતંક મચાવ્યો હતો અને કેટલાક વિસ્તારમાં તોડફોડ કરી હતી. જેમાં આરોપીઓએ લક્ષ્મીનગર વિસ્તારમાં 2 કાર અને 7 […]

Top Stories Gujarat Rajkot Videos

રાજકોટ,

DGPનો સરઘસ ન કાઢવા અંગેનો પરિપત્ર હોવા છતાં રાજકોટમાં પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આરોપીઓનું સરઘસ જોવા લોકોના ટોળા જામ્યા હતા. ઉલ્લેખનિય છે કે, પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવેલા આરોપીઓએ 31 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે આતંક મચાવ્યો હતો અને કેટલાક વિસ્તારમાં તોડફોડ કરી હતી.

જેમાં આરોપીઓએ લક્ષ્મીનગર વિસ્તારમાં 2 કાર અને 7 રીક્ષાના કાચ તોડ્યા હતા અને સ્થાનિકો સાથે મારામારી પણ કરી હતી. જેમાં એક વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જેની સ્થાનિકો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે આરોપીઓને પકડી પાડી તેમનું સરઘસ કાઢયું હતું અને ફરી આવું આવું ન કરવા અને સ્થાનિકોની માફી મંગાવવામાં આવી હતી.