મુંબઇ,
લગભગ 10 વર્ષ પછી ફાઇનલી ફિલ્મ ‘ધ ફકીર ઓફ વેનિસ’ રિલીઝ માટે તૈયાર છે. ફરહાન અખ્તર અને અન્નુ કપૂરની મુખ્ય ભૂમિકા વાળી આ ફિલ્મ 18 જાન્યુઆરી 2019 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે અને હાલમાં તેનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોઈને ખબર પડે છે કે આ ફિલ્મ પોતાની જ પ્રકારની એક કોમિડી ફિલ્મ હશે.
આ ફિલ્મની સ્ટોરી માનવ વ્યવહારની આસપાસ ફરતી જણાવ્ય છે. જેમાં 2 ભારતીય લોકો મૂર્ખ બનાવે છે પૈસા કમાવવા માટે વેનિસ જાય છે. ફિલ્મમાં ફરહાને એક વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે જેને કોઈ પણ ફકીરને શોધવાનું કામ મળે છે જે પોતે જ રેતમાં દબાય જાય છે. ફિલ્મમાં અન્નુ કપૂર એક એવી ઝોપડપટ્ટીમાં રહેનાર વ્યક્તિનું પાત્ર ભજવે છે, જેને ફરહાન ફકીર બનાવે છે વેનિસ લઈ જાય છે. જો કે આ ફિલ્મ આશરે 10 વર્ષ પહેલા બનાવામાં હતી, પરંતુ ફિલ્મની થીમ, વિષય અને એક્ટ અત્યાર સુધી સંપૂર્ણપણે ફ્રેશ નજર આવી રહ્યો છે.
જુઓ, ફિલ્મ ટ્રેલર:
ફિલ્મનું ડાયરેક્શન આનંદ સુરાપુર દ્રારા કરવામાં આવ્યું છે. દિગ્દર્શકએ એક ઇન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે ફિલ્મ પ્રોડક્શનમાં આવી રહેલ મુશ્કેલના કારણે લેટ થઇ ગઈ છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ ચોક્કસપણે દર્શકોને પોતાનાથી જોડશે. વેલ હવે જોવાનું એ છે કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કેટલું કમાલ કરી શકે છે.
