Not Set/ ફરહાન અને અન્નુ કપૂરની ‘ધ ફકીર ઓફ વેનિસ’નું ટ્રેલર લોન્ચ

મુંબઇ, લગભગ 10 વર્ષ પછી ફાઇનલી ફિલ્મ ‘ધ ફકીર ઓફ વેનિસ’ રિલીઝ માટે તૈયાર છે. ફરહાન અખ્તર અને અન્નુ કપૂરની મુખ્ય ભૂમિકા વાળી આ ફિલ્મ 18 જાન્યુઆરી 2019 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે અને હાલમાં તેનું  ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોઈને ખબર પડે છે કે આ ફિલ્મ પોતાની જ પ્રકારની […]

Trending Entertainment Videos

મુંબઇ,

લગભગ 10 વર્ષ પછી ફાઇનલી ફિલ્મ ‘ધ ફકીર ઓફ વેનિસ’ રિલીઝ માટે તૈયાર છે. ફરહાન અખ્તર અને અન્નુ કપૂરની મુખ્ય ભૂમિકા વાળી આ ફિલ્મ 18 જાન્યુઆરી 2019 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે અને હાલમાં તેનું  ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોઈને ખબર પડે છે કે આ ફિલ્મ પોતાની જ પ્રકારની એક કોમિડી ફિલ્મ હશે.

આ ફિલ્મની સ્ટોરી માનવ વ્યવહારની આસપાસ ફરતી જણાવ્ય છે. જેમાં 2 ભારતીય લોકો મૂર્ખ બનાવે છે પૈસા કમાવવા માટે વેનિસ જાય છે. ફિલ્મમાં ફરહાને એક વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે જેને કોઈ પણ ફકીરને શોધવાનું કામ મળે છે જે પોતે જ રેતમાં દબાય જાય છે. ફિલ્મમાં અન્નુ કપૂર એક એવી ઝોપડપટ્ટીમાં રહેનાર વ્યક્તિનું પાત્ર ભજવે છે, જેને ફરહાન ફકીર બનાવે છે વેનિસ લઈ જાય છે. જો કે આ ફિલ્મ આશરે 10 વર્ષ પહેલા બનાવામાં હતી, પરંતુ ફિલ્મની થીમ, વિષય અને એક્ટ અત્યાર સુધી સંપૂર્ણપણે ફ્રેશ નજર આવી રહ્યો છે.

જુઓ, ફિલ્મ ટ્રેલર:

ફિલ્મનું ડાયરેક્શન આનંદ સુરાપુર દ્રારા કરવામાં આવ્યું છે. દિગ્દર્શકએ એક ઇન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે ફિલ્મ પ્રોડક્શનમાં આવી રહેલ મુશ્કેલના કારણે લેટ થઇ ગઈ છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ ચોક્કસપણે દર્શકોને પોતાનાથી જોડશે. વેલ હવે જોવાનું એ છે કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કેટલું કમાલ કરી શકે છે.