ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અને હરિદ્વારની સોનાલી નદીમાં જળપ્રવાહ વધવાને કારણે અહીંના ખેતરોનો લગભગ 15 મીટર જેટલા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા યાત્રાધામ બદ્રીનાથમાં પણ ગત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે યાત્રા અટકાવવાની ફરજ પડી છે. હવામાન વિભાગે હજી પણ આગામી 48 કલાક સુધી ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જણાવી રેડ એલર્ટ જાહેર કર્યું છે
દહેરાદૂન, હરિદ્વાર, નૈનિતાલ, ઉધમસિંહ નગર અને ચમૌલી જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાશન અને NDRFની ટીમને રાજ્ય સરકારે કોઈ પણ સ્થિતિમાટે એલર્ટ રહેવા જણાવ્યું છે.
