Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ અવૈધ રેતી ખનન કેસમાં IAS ચંદ્રકલાના લોકર અને બેંક ખાતા સીઝ, કેસ દાખલ

નવી દિલ્હી: અવૈધ રેતી ખનન મામલે સીબીઆઈએ શનિવારે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈ દ્વારા IAS ચંદ્રકલા સહીત વરિષ્ઠ અધિકારીઓના મકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલામાં સીબીઆઈ દ્વારા IAS ચંદ્રકલાના લોકર અને બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. અવૈધ રેતી ખનન મામલે સીબીઆઈએ શનિવારે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં […]

January 5, 2019harshjit jani
Top Stories India Trending
In illegal sand mining case, IAS Chandrakala’s locker and bank account Seizs, filed the case

નવી દિલ્હી: અવૈધ રેતી ખનન મામલે સીબીઆઈએ શનિવારે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈ દ્વારા IAS ચંદ્રકલા સહીત વરિષ્ઠ અધિકારીઓના મકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલામાં સીબીઆઈ દ્વારા IAS ચંદ્રકલાના લોકર અને બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે.

અવૈધ રેતી ખનન મામલે સીબીઆઈએ શનિવારે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં અવૈધ રેતી ખનનની સામે અભિયાન ચલાવનાર મહિલા આઈએએસ અધિકારી બી. ચંદ્રકલા સહીત વરિષ્ઠ અધિકારીઓના ઘરે સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈએ ઉત્તર પ્રદેશના જાલૌન, હમીરપુર, લખનઉ, નોઈડા ઉપરાંત દિલ્હી સહીત અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

સીબીઆઈએ બીજી જાન્યુઆરીએ કરી હતી એફઆઈઆર

સીબીઆઈએ આ મામલામાં 11 સરકારી અને કેટલીક ખાનગી વ્યક્તિઓની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હકીકતમાં 31-05-2012ના રોજ એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જે ઈ-ટેન્ડર મારફત બહાર પાડવામાં આવ્યું ન હતું. જેના કારણે આ મામલાને કોર્ટ દ્વારા ઘણી ગંભીરતાથી લઈને સીબીઆઈને તપાસ સોંપવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો.

આજે સીબીઆઈને બે લોકરની જાણકારી મળી હતી. જેમાં એક નોઈડા અને એક લખનઉમાં મળ્યું છે. આ લોકરોમાંથી એક આઈએએસ બી. ચંદ્રકલા એન બીજું માઈનિંગ લીઝ હોલ્ડર આદિલ ખાનનું છે. આ મામલે સીબીઆઈ દ્વારા આઈએએસ બી. ચંદ્રકલાના એક લોકર અને બે બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે.

એફઆઈઆરના આધારે અખિલેશ યાદવની થઈ શકે છે પૂછપરછ

આ મામલામાં સીબીઆઈએ બીજી જાન્યુઆરીના રોજ એફઆઈઆર દાખલ કરી હતી. આ એફઆઈઆરમાં તત્કાલિન ખાણ ખનીજ મંત્રી ગાયત્રી પ્રજાપતિના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયારે એવા પણ સમાચાર છે કે, યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના નામનો પણ આ એફઆઈઆરમાં ઉલ્લેખ હોવાની વાત સામે આવી રહી છે અને આ મામલામાં તેમની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.

જેને ત્યાં દરોડા પડ્યા છે તે આરોપીઓના નામ

મોઈનુદ્દીન (જિયોલોલિસ્ટ)

રમેશ કુમાર મિશ્ર (એમએલસી) અને દિનેશ કુમાર મિશ્ર (બંને ભાઈ છે)

અંબિકા તિવારી (હમીરપુર વતની)

રામાશ્રય પ્રજાપતિ (પૂર્વ ખનન કલાર્ક)

સંજય દીક્ષિત (બીએસપીમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે)

સંજય દીક્ષિતના પિતા સત્યદેવ દીક્ષિત

સંજય દીક્ષિતની પત્ની (એફઆઈઆરમાં નામ નથી પણ તેને ત્યાં દરોડા પડ્યા)

રામ અવતાર સિંહ (સિનિયર કલાર્ક-જાલૌન)

 

Post navigation

કચ્‍છને પાણી પૂરૂ પાડતાં ટપ્‍પર ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવશે: મુખ્યમંત્રી 
જાપાન: હોટલના માલિકે ૨૧.૫ કરોડમાં ખરીદી આ સ્વાદિષ્ટ માછલી

More Posts

vinesh phogat/ અપીલ રિજેક્ટ થયા બાદ વિનેશ ફોગાટની પહેલી પોસ્ટ, ફોટો જોઈને તમારું દિલ તૂટી જશે

August 15, 2024Maya Sindhav
Valsad Blind Murder Case Solved

Valsad News/ વલસાડમાં કેરી તોડવા જેવી નજીવી બાબતે મહિલાની હત્યા, સગીર આરોપી ઝડપાયો

June 5, 2026Kinjal Pradipkumar Patel

International Film Festival/ કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સલમાન સાથે મમતા બેનર્જીએ ડાન્સ કર્યો,જુઓ વીડિયો

December 5, 2023garima rao

Not Set/ વાહન ચેક કરવાને બહાને પોલીસ દ્વારા ગેરકાયદે ઉઘરાણી, પ્રતિદિન 40 થી 60 હજારનું કરાય છે ઉઘરાણું

August 15, 2018August 15, 2018Nirmal Acharya

Not Set/ સ્પોર્ટ્સ/ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

January 17, 2020January 17, 2020hardik shah

IPL 2022/ પંજાબે ચેન્નાઈને 11 રને હરાવ્યું,ધવન-રબાડા બન્યા મેચના હીરો

April 25, 2022April 25, 2022mustak malik

Not Set/ યોગી સરકારનું રિપોર્ટ કાર્ડ,2 વર્ષથી તોફાનો નથી થયા,યોગીએ આપ્યા લેખાજોખા

March 19, 2019March 19, 2019Maya Sindhav

Not Set/ ચેતીજજો, સોશિયલ મીડિયા પર સબંધો બાધવામાં, આવું પણ થઇ શકે છે

August 16, 2019August 17, 2019Bhavesh Vyas

Bihar Crime News/ ક્રાઈમ પેટ્રોલ જોઈને ક્રૂર બની ‘મા’, બોયફ્રેન્ડ સાથે રહેવા માટે ત્રણ વર્ષની દીકરીની કરી હત્યા

August 27, 2024August 27, 2024Maya Sindhav

લોકડાઉન/ દિલ્હીમાં એક અઠવાડિયા સુધી લોકડાઉન લંબાવાયું,સીએમ કેજરીવાલે જાહેરાત કરી

May 1, 2021May 1, 2021Hemangi jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy