Not Set/ રાજકોટ: માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડનો મામલો, ખેડૂતો પાસેથી મગફળીની લાંચ લેનાર અધિકારી જેલ હવાલે

રાજકોટ, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના કૌભાંડ મામલે સિવિલ સપ્લાયના આસિસ્ટન્ટ મેનેજરના જામીન ના મંજૂર થયા છે. સાથે એસ.એમ.સોલંકી અને તેના પૂત્રના પણ જામીન ના મંજૂર થયા છે. ઉલ્લેખનીય છે કે, મગફળી બાઇક પર લઇ જતો વિડીયો વાઇરલ થયો હતો. એસ.એમ.સોલંકીનો પુત્ર બાઈક પર મગફળી બાઇક પર લઇને જતો હતો તે દરમિયાન આ વિડીયો વાઇરલ થયો […]

Gujarat Rajkot

રાજકોટ,

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના કૌભાંડ મામલે સિવિલ સપ્લાયના આસિસ્ટન્ટ મેનેજરના જામીન ના મંજૂર થયા છે. સાથે એસ.એમ.સોલંકી અને તેના પૂત્રના પણ જામીન ના મંજૂર થયા છે.

ઉલ્લેખનીય છે કે, મગફળી બાઇક પર લઇ જતો વિડીયો વાઇરલ થયો હતો. એસ.એમ.સોલંકીનો પુત્ર બાઈક પર મગફળી બાઇક પર લઇને જતો હતો તે દરમિયાન આ વિડીયો વાઇરલ થયો હતો.

વાઇરલ વિડીયોની તપાસ કર્યા બાદ તેની પર કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે એસીબીના અધિકારીઓ પણ લાંચ લેવાના પ્રકરણમાં સોલંકી વિરુદ્ઘ ગુનો નોંધી શકે છે. તેમજ સોલંકીની આવક અને સંપતિની પણ એસીબી તપાસ કરશે તેવી શક્યતા દેખાઇ રહી છે.