Not Set/ પત્રકાર રામચંદ્રની હત્યાના મામલે રામ રહીમ પર આજે સીબીઆઈનો ચુકાદો, પંજાબ અને હરિયાણામાં સુરક્ષા વધારાઈ

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ હાલ જેલમાં બંદી છે. આ ઉપરાંત પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના આરોપી પણ છે.પત્રકારની હત્યાના મામલે રામ રહીમને સજા સંભળાવવામાં આવાની છે તેવામાં જો તેમને પંચકુલા લાવામાં આવ્યા તો કાનૂની વ્યવસ્થા બગડી શકે છે જેને લઈને હરિયાણાની સરકાર ચિંતિત છે. Haryana: Early morning visuals of security near Sunaria Jail […]

Top Stories India Trending

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ હાલ જેલમાં બંદી છે. આ ઉપરાંત પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના આરોપી પણ છે.પત્રકારની હત્યાના મામલે રામ રહીમને સજા સંભળાવવામાં આવાની છે તેવામાં જો તેમને પંચકુલા લાવામાં આવ્યા તો કાનૂની વ્યવસ્થા બગડી શકે છે જેને લઈને હરિયાણાની સરકાર ચિંતિત છે.

પોલીસને એ વાતની બીક છે કે બળાત્કાર મામલે જેલમાં સજા કાપી રહેલા રામ રહીમને જો પંચકુલાની સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટમાં હાજર કરવા માટે જેલની બહાર લાવવામાં આવ્યા તો પરિસ્થિતિ બગડી શકે છે.

ડેરા સચ્ચા સૌદાના સમર્થકો એક વખત ફરીથી બેકાબુ થઇ શકે છે. ૧૧ જાન્યુઆરીના રોજ સીબીઆઈ દ્વારા રામ રહીમને વિડીયો કોન્ફરન્સ દ્વારા સજા ફટકારવામાં આવશે.

હરિયાણામાં હાલ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ અધિકારી મોહમ્મદ અકીલે કહ્યું કે હરિયાણામાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દરેક જીલ્લામાં ગેરજરૂરી રૂપથી ભેગા થવાની અને તેમના સમર્થકો પર નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ઘણા વિસ્તારમાં નાકાબંધી પણ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૭માં ઓગસ્ટ મહિનામાં જયારે બાબા રામ રહીમને સજા ફટકારવામાં આવી હતી ત્યારે પંચકુલામાં તેના સમર્થકો ભડકી ઉઠ્યા હતા. તે હિંસક વિરોધમાં ૪૦થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ૫૧ વર્ષીય રામ રહીમ તેમના બે અનુયાયીઓના બળાત્કાર મામલે રોહતકની સુનારિયા જેલમાં ૨૦ વર્ષની સજા કાપી રહ્યા છે.