સિડની,
હાલમાં જ એક TV શો “કોફી વિથ કરણ”માં ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ દ્વારા મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કર્યા બાદ હવે COA (કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન) દ્વારા તેઓ પર ૨ – ૨ વન-ડેનો પ્રતિબંધ મુકવાની ભલામણ કરાઈ છે, ત્યારબાદ હવે આ મામલે કેપ્ટન વિરાટ કોહલીની એક પ્રતિક્રિયા સામે આવી છે.
ભારતીય ટીમના આ ખેલાડીઓ અંગે જણાવતા તેઓએ કહ્યું, “સિડની વન-ડેમાં ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં પંડ્યા અને રાહુલને રમાડવાનો નિર્ણય COAના નિર્ણય બાદ જ કરવામાં આવશે”.
શનિવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૩ વન-ડે મેચની શરૂઆત થઇ રહી છે, ત્યારે આ પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી.
Virat Kohli on KL Rahul & Hardik Pandya, in Australia: We as the Indian cricket team and responsible cricketers don't align with those views, those were individual opinions. We are still waiting for a decision to be made. pic.twitter.com/ECSnmyOegC
— ANI (@ANI) January 11, 2019
વિરાટ કોહલીએ વધુમાં કહ્યું, “ટીમ ઇન્ડિયાનો હિસ્સો તેમજ એક જવાબદાર ક્રિકેટર હોવાના કારણે અમે તેઓના નિવેદન અને વિચારો સાથે સહમત નથી. આ તેઓના અંગત વિચારો છે”.
Virat Kohli on KL Rahul & Hardik Pandya: From the Indian cricket team's point of view, this changes nothing in our beliefs in the change room, it does nothing to the spirit we have have been able to create. Combinations will have to be thought of once the decision comes out. pic.twitter.com/TDL3FNA4Ta
— ANI (@ANI) January 11, 2019
સાથે સાથે કોહલીએ એ પણ જણાવ્યું, “ભારતીય ટીમનો મિજાજ જોવામાં આવે તો ડ્રેસિંગરૂમમાં અમારા વ્યવહારમાં કોઈ ફેરફાર આવશે નહિ”.
શું છે આ મામલો ?
અત્રે ઉલ્લેખનીય છે કે, આ TV શોમાં પંડ્યાને પૂછવામાં આવ્યું કે, ક્લબમાં મહિલાઓના નામ શા માટે પૂછતા નથી, ત્યારે તેઓએ કહ્યું, “હું તેઓને જોવા માંગું છું કે, તેઓની ચાલ ઢાલ કેવી છે. હું થોડો આ પ્રકારનો જ છું, જેથી મારે એ જોવું હોઈ છે કે તેઓ કયા પ્રકારનો વર્તાવ કરે છે”.

જો કે ત્યારબાદ “કોફી વિથ કરણ” શો પર હાર્દિક પંડ્યાની ટિપ્પણીની ખુબ આલોચનાઓ કરવામાં આવી રહી છે, જ્યાં તેઓએ “સેક્સિસ્ટ” ગણાવ્યું હતું. જો કે ત્યારબાદ પંડ્યાએ પોતાની ટિપ્પણીઓને લઈ માફી માંગી હતી અને કહ્યું, “આ શોના હિસાબથી ભાવનાઓ વહી ગયા હતા.
