Not Set/ મિશન ૨૦૧૯ : અજિત સિંહની “સિક્સર” પર ગઠબંધનમાં પેંચ, શું બનશે સહમતી ? વાંચો.

નવી દિલ્હી, ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે, ત્યારે હવે આ ચૂંટણીને લઈ દેશની રાજકીય પાર્ટીઓ વચ્ચે લોકસભાની સીટોની વહેચણીને લઇ ખેંચતાણ જોવા મળી રહી છે. આ વચ્ચે બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ વચ્ચે પ્રદેશની ૮૦ સીટો અંગે સહમતી અંગે શનિવારે એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં […]

Top Stories India Trending

નવી દિલ્હી,

ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે, ત્યારે હવે આ ચૂંટણીને લઈ દેશની રાજકીય પાર્ટીઓ વચ્ચે લોકસભાની સીટોની વહેચણીને લઇ ખેંચતાણ જોવા મળી રહી છે.

આ વચ્ચે બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ વચ્ચે પ્રદેશની ૮૦ સીટો અંગે સહમતી અંગે શનિવારે એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી શકે છે. જો કે આ વચ્ચે  ગઠબંધનમાં અજીત સિંહની પાર્ટી રાષ્ટ્રીય લોકદળના શામેલ થવાને લઈ અનેક અટકળો સામે આવી રહી છે.

NATIONAL-ajit-singh-statement-rld-bsp-sp-uttar-pradesh-lok-sabha-election-mahagathbandhan-2019

આ અંગે જણાવતા RLD પ્રમુખ અજિત સિંહે કહ્યું હતું કે, હાલમાં સીટોને લઈ તેઓની કોઈ વાત થઇ નથી, પરંતુ અમે મહાગઠબંધનમાં શામેલ છીએ.

સૂત્રો દ્વારા પ્ર્રાપ્ત માહિતી અનુસાર, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધનમાં અજિત સિંહને ૩ સીટો આપવા માટે તૈયાર છે, પરંતુ અજિત સિંહ દ્વારા ૫ સીટોની માંગણી કરવામાં આવી રહી છે. આ વાતને લઈને ઉત્તરપ્રદેશમાં પેંચ ફસાતો જોવા મળી રહ્યો છે.

RLD ૬ સીટો પર લડશે : પ્રદેશ અધ્યક્ષ

બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રીય લોકદળના પ્રદેશ અધ્યક્ષ મસૂદ અહમદે જણાવ્યું, “અમારા દ્વારા ૬ સીટોની માંગણી કરવામાં આવી છે. પરંતુ તેઓએ કહ્યું છે કે, હાલમાં વાતચીત ચાલી રહી છે, જેથી સીટોની સંખ્યા વધી કે ઘટી શકે છે.

તેઓએ વધુમાં ઉમેર્યું, “હાલમાં ગઠબંધન પર ઓપચારિક બેઠક થઇ છે. અમને વિશ્વાસ છે કે, પાર્ટીને સન્માનજનક સીટો મળશે”.

સપા અને બસપાની હોઈ શકે છે આ ફોર્મુલા

સપા અને બસપા વચ્ચે યુપીની ૮૦ લોકસભા સીટો અંગે સહમતી સધાઈ છે અને આ સીટોને લઈ એક ફોર્મુલા તૈયાર કરાયો છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી ૩૫ અને બહુજન સમાજવાદી પાર્ટી ૩૬ સીટો પર ચૂંટણી લડશે.