Not Set/ અમેરિકામાં ભારતીયોને રાહત મળવાના અણસાર, ટ્રમ્પ સરકાર H-1B વીઝામાં કરી શકે છે ફેરફાર

વોશિંગ્ટન, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તરફથી અમેરિકામાં વસતા ભારતીય લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રમ્પ સરકાર દ્વારા શુક્રવારે H-1B વીઝા ધારકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, “તેઓનું પ્રશાસન ટુંક જ સમયમાં એવા ફેરફાર કરશે, જેનાથી તેઓને અમેરિકામાં રહેવાનો ભરોષો અને તેઓને નાગરિકતા મેળવવા માટે સંભવિત રસ્તો બનશે”. H1-B holders in the United States can […]

Top Stories World Trending

વોશિંગ્ટન,

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તરફથી અમેરિકામાં વસતા ભારતીય લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રમ્પ સરકાર દ્વારા શુક્રવારે H-1B વીઝા ધારકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, “તેઓનું પ્રશાસન ટુંક જ સમયમાં એવા ફેરફાર કરશે, જેનાથી તેઓને અમેરિકામાં રહેવાનો ભરોષો અને તેઓને નાગરિકતા મેળવવા માટે સંભવિત રસ્તો બનશે”.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, “તેઓનું પ્રશાસન H-1B વીઝાની અમેરિકી નીતિઓમાં ફેરફાર લાવવાની યોજના બનાવી રહ્યું છે અને તે પ્રતિભાશાળી અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકોને અમેરિકામાં કેરિયર બનાવવા માટે ઉપયોગી બનશે”.

Related image

જોવામાં આઅવે તો, ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટ ભારતીય સમુદાયમાં ખાસ કરીને IT ક્ષેત્રના લોકો માટે સૌથી સારા સમાચાર છે, જેઓએ ગ્રીન કાર્ડ તેમજ સ્થાયી કાયદાકીય નિવાસસ્થાન મેળવવા માટે એક દાયકા સુધીના સમયની રાહ જોઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા H-1B વીઝાના નિયમો કઠિન બનાવવામાં આવ્યા હતા અને તેની સીધી અસર ભારતના IT ક્ષેત્રના લોકોને થઇ હતી.