Not Set/ #INDvAUS : પોતાના કેરિયરમાં પહેલી વખત ગોલ્ડન ડકનો શિકાર થયો આ ખેલાડી

સિડની, સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો ૩૪ રને પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા ૨૮૯ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ ૨૫૪ રન જ બનાવી શકી હતી અને ૩૪ રને હારનો સ્વાદ ચાખ્યો હતો. કાંગારું ટીમ દ્વારા અપાયેલા ૨૮૯ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ મેદાને ઉતરવાની સાથે જ ભારર્તીય ઓપનર […]

Trending Sports

સિડની,

સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો ૩૪ રને પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા ૨૮૯ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ ૨૫૪ રન જ બનાવી શકી હતી અને ૩૪ રને હારનો સ્વાદ ચાખ્યો હતો.

કાંગારું ટીમ દ્વારા અપાયેલા ૨૮૯ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ મેદાને ઉતરવાની સાથે જ ભારર્તીય ઓપનર બેટ્સમેન શિખર ધવન ઇનિંગ્સના પહેલા બોલે જ આઉટ થયો હતો. જો કે આ સાથે જ ધવને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

sports-#indvaus-shikhar-dhawan-got-out-golden-duck-for-the-first-time

ટીમ ઇન્ડિયાના ગબ્બર તરીકે ઓળખાતા ધવને પોતાના વન-ડે કેરિયરમાં પ્રથમવાર ગોલ્ડન ડક એટલે કે મેચના પહેલા જ બોલ પર આઉટ થવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ભારતની ઇનિગ્સમાં ક્રિઝ પર ઉતરતાની સાથે જ પહેલા બોલ પર જેસન બેહરનડોર્ફનો શિકાર બન્યો હતો.

જો કે ધવન માટે પોતાના કેરિયરનો આ પ્રથમ ગોલ્ડન ડક હતો, પરંતુ આ પહેલા તે ત્રણવાર ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો, પરંતુ મેચના પહેલા બોલ પર આઉટ થયો ન હતો.