Not Set/ સુરતવાસીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, ૩૦ જાન્યુઆરીએ PM મોદી UAEની ફ્લાઈટને બતાવશે લીલીઝંડી

સુરત, સુરત શહેરને અનેક નામની ઓળખ મળી છે – જેમ કે, ડાયમંડ સિટી, સિલ્ક સિટી, ટેક્ષટાઇલ સિટી, સિટી ઓફ ફ્લાયઓવર્સ… પણ સુરતને રેલવે અને વિમાની સેવા મેળવવા માટે સતત સંઘર્ષ કરતા રહેવું પડ્યું છે, પરંતુ હવે સુરતવાસીઓ માટે સારા સમાચાર મકરસંક્રાંતિના દિવસે આવ્યા છે. સુરતથી સંયુક્ત આરબ અમીરાત (યૂએઈ)ના શહેર શારજાહની સીધી ફલાઇટને આગામી ૩૦મી […]

Top Stories Gujarat Surat Trending

સુરત,

સુરત શહેરને અનેક નામની ઓળખ મળી છે – જેમ કે, ડાયમંડ સિટી, સિલ્ક સિટી, ટેક્ષટાઇલ સિટી, સિટી ઓફ ફ્લાયઓવર્સ… પણ સુરતને રેલવે અને વિમાની સેવા મેળવવા માટે સતત સંઘર્ષ કરતા રહેવું પડ્યું છે, પરંતુ હવે સુરતવાસીઓ માટે સારા સમાચાર મકરસંક્રાંતિના દિવસે આવ્યા છે.

સુરતથી સંયુક્ત આરબ અમીરાત (યૂએઈ)ના શહેર શારજાહની સીધી ફલાઇટને આગામી ૩૦મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે અને એ સાથે જ સુરતને આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટનો દરજ્જો મળી જશે.

સુરતને ઇન્ટરનેશલ એરપોર્ટ, ઇન્ટરનેશનલ ફલાઇટ મળે અને પ્રાદેશિક ફલાઇટમાં વધારો થાય એ માટે નવસારીના સંસદસભ્ય સી આર. પાટીલ સતત પ્રયત્નશીલ રહ્યા છે.

તેઓએ એક ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, ૩૦મી જાન્યુઆરીએ સુરતથી શારજાહની સીધી ફલાઇટ શરૂ થઇ રહી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ અને ઈન્ટરનેશનલ ફલાઇટ શરૂ કરવા માટેની મંજૂરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી દીધી છે. સુરતના લાખો લોકોને ઇન્ટરનેશલ એરપોર્ટનો ફાયદો થશે. સુરત-શારજાહ બાદ તબક્કાવાર સુરત-બેંગકોક અને સુરત-દુબઇની ફ્લાઇટ્સ પણ શરૂ થશે.

ભાજપના સંસદસભ્ય સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, “આગામી થોડા જ દિવસોમાં સુરત એરપોર્ટ ખાતે કસ્ટમ્સ ક્લિયરન્સ માટેની સુવિધા શરૂ કરવા માટેનું નોટિફિકેશન બહાર પડી જશે. સુરત એરપોર્ટનો રનવે ૨૯૦૫ મીટરનો થઈ ગયો હોવાથી ઇન્ટરનેશનલ એરપોર્ટના સ્ટાન્ડર્ડ પણ જળવાતા હોવાથી એર ઇન્ડિયા ઉપરાંત સ્પાઇસ જેટ અને એર એશિયા તરફથી પણ સુરતથી વિમાનસેવા શરૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઇન્ડિગો ઍર કંપનીએ પણ સુરતથી પોતાની ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી આરંભી દીધી છે”.

સુરતને ઍરપોર્ટ મળે એ માટે સતત પ્રયત્નશીલ અને સ્થાનિક ઍરપોર્ટ ઍડ્વાઇઝરી કમિટીના ચેરમેન એવા ભારતીય જનતા પાર્ટીના સાંસદ સી.આર. પાટીલે વિગત આપતા કહ્યું હતું કે, “તમામ પ્રકારના સ્કેનર્સથી માંડીને, ઓફિસર્સને માટેની ચેમ્બર્સ, સ્ટ્રોંગરૂમ, ઇન્ટ્રોગેશન રૂમ જેવી તમામ જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ થઇ ગઈ છે”.