Not Set/ સુરત: જમીન મામલે ખેડૂતો ફરી ઉતર્યા મેદાને,જાન દેગે જમીન નહીં ના લગાવ્યા નારા

સુરત, જમીન મામલે ફરી એકવાર ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે. 2019 ની ચૂંટણીને લઇ ઉધોગપતિઓ અને બિલ્ડરોને ફાયદો થાય તે માટે સરકાર દ્રારા પ્રયત્નો કરવામાં આવી રહયા છે. સરકારને પાવર નહિ હોવા છતાં ડેવલેપમેન્ટ પ્લાન જારી કર્યો છે. તેમ કહેતાં ખેડૂતોએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, ઉધોગકારોને ફાયદો કરાવી ચૂંટણી ફંડ ભેગું કરવા માંગે છે. […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

જમીન મામલે ફરી એકવાર ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે. 2019 ની ચૂંટણીને લઇ ઉધોગપતિઓ અને બિલ્ડરોને ફાયદો થાય તે માટે સરકાર દ્રારા પ્રયત્નો કરવામાં આવી રહયા છે. સરકારને પાવર નહિ હોવા છતાં ડેવલેપમેન્ટ પ્લાન જારી કર્યો છે. તેમ કહેતાં ખેડૂતોએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, ઉધોગકારોને ફાયદો કરાવી ચૂંટણી ફંડ ભેગું કરવા માંગે છે.

સુડા ડીપી 2035 જાહેર કરતા ડીપીસી,એમપીસી એકટ 2004થી અમલમાં છે અને તે મુજબ સરકારને આ ડેવલોપમેન્ટ પ્લાન જાહેર કરવાનો અધિકાર નથી. તો શા માટે સરકાર તેને જાહેર કરી રહી છૅ. તે બંધારણની વિરુધ્ધમાં છે. હજીરાના ઉધોગોને ફાયદો કરાવવા 120 ફૂટ રિંગ રોડના નામે તેમને કોરિડોર પૂરો પાડવા માંગે છે. 2016નો પ્લાન કોર્ટમાં પડકાર્યો છે. ત્યારે આ મામલે પણ કોર્ટમાં જવાશે એમ ખેડૂતોએ જણાવ્યું હતું.

રોડ; પાઈપ લાઇન, ફ્રેઈડ કોરિડોર , બુલેટ ટ્રેન વગેરે મામલે વારંવાર જમીન સંપાદન ની જગતનો તાત પરેશાન છે અને તે લડત આપવાના મૂડ માં છે ત્યારે સરકાર 2016ની જેમ ફરી પીછેહટ કરે છે કે કેમ તે જોવું રહ્યું…