Not Set/ ૧૫ જાન્યુઆરીનો દિવસ ભારતીય ટીમના કેપ્ટન કોહલી માટે છે ખાસ, જાણો શું છે કારણ

એડિલેડ, એડિલેડના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી મેચમાં ભારતીય ટીમનો ૬ વિકેટે શાનદાર વિજય થયો હતો. ભારતે કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી યજમાન ટીમ દ્વારા આપવામાં આવેલો ૨૯૯ રનનો ટાર્ગેટ ૪૯.૨ ઓવરમાં જ વટાવી ત્રણ મેચની સિરીઝ ૧ – ૧ થી સરભર કરી છે. બીજી વન-ડેમાં ભારર્તીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની આગવી […]

Trending Sports

એડિલેડ,

એડિલેડના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી મેચમાં ભારતીય ટીમનો ૬ વિકેટે શાનદાર વિજય થયો હતો. ભારતે કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી યજમાન ટીમ દ્વારા આપવામાં આવેલો ૨૯૯ રનનો ટાર્ગેટ ૪૯.૨ ઓવરમાં જ વટાવી ત્રણ મેચની સિરીઝ ૧ – ૧ થી સરભર કરી છે.

બીજી વન-ડેમાં ભારર્તીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની આગવી રમત દાખવતા કેરિયરની ૩૯મી સદી ફટકારી હતી.

sports-team india captain virat-kohli-century-and-makar-sankranti-connection-with 15 january

જો કે કોહલીની આ સદી સાથે ૧૫ જાન્યુઆરીના દિવસનો એક ખાસ સંયોગ જોવા મળી રહ્યો છે. કારણ કે આ પહેલા વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં પણ આ જ દિવસે કોહલીએ સદી ફટકારી હતી. આ સાથે જ હવે તેઓએ સતત ત્રીજા વર્ષે આ પરંપરા સાચવી રાખી છે.

આ પહેલા ૧૫ જાન્યુઆરી,. ૨૦૧૭ના રોજ પુણેમાં ઈંગ્લેંડ સામે રમાયેલી વન-ડેમાં કોહલીએ ૧૨૨ રન બનાવ્યા હતા, જયારે ૧૫ જાન્યુઆરી, ૨૦૧૮માં પણ તેઓએ સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ૧૫૩ રન ફટકાર્યા હતા.