World News/ દુબઈમાં રોમાન્સની સજા : યુવકને 1 વર્ષની જેલ, PM પાસે માગી મદદ

દુબઈમાં યુવકને એક વર્ષની જેલની સજા, રોમાન્સ કરવો ભારે પડ્યો. દુબઈ ફરવા ગયેલા યુવકને એક વર્ષ માટે જેલમાં પુરી દેવામાં આવ્યો. હવે યુવક પ્રધાનમંત્રીની સામે હાથ ફેલાવી રહ્યો છે.

Trending World

World News : રજાઓની મઝા માણવા દુબઈ ગયેલા એક યુવક માટે આ રજાઓમાં કાયદાની પકડમાં ફસાઈ ગયો. લંડન(London)ના રહેવાસી માર્કસ ફકાના પોતાના પરિવાર સાથે દુબઈ(Dubai) ફરવા આવ્યો હતો. લંડન(London)ના રહેવાસી માર્કસ ફકાનાની દુબઈ(Dubai)માં એક યુવતી સાથે મિત્રતા થઈ અને પછી આ મિત્રતા શારીરિક સંબંધમાં પરિણમી હતી. જોકે યુવતીની ઉંમર 18 વર્ષ ન હોવાથી ફકાનાને એક વર્ષની જેલની સજા થઈ છે.

દુબઈ(Dubai)માં સહમતિથી શારીરિક સંબંધ બાંધવા માટે 18 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. યુવતીની માતાએ દુબઈ પોલીસ(Dubai Police)માં ફરિયાદ કરતાં ફકાનાની ધરપકડ કરવામાં આવી હતી. ફકાનાએ દાવો કર્યો છે કે તેને ખબર ન હતી કે યુવતી 18 વર્ષની નથી અને તેણે કાયદો તોડવાનો કોઈ ઈરાદો નહોતો.

ફકાનાએ કાયદો તોડવા બદલ દિલગીરી વ્યક્ત કરી છે. સાથે રાજાશાહીના વડાપ્રધાન(PM) અને દુબઈ(Dubai) ના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમને પણ અપીલ કરી છે કે એક વર્ષની જેલની સજા રદ કરે જેથી તેઓ તેમના પરિવાર સાથે નાતાલની ઉજવણી કરવા ઘરે જઈ શકે. આ ઘટનાએ વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. ફકાનાએ રાજાશાહીના વડાપ્રધાન અને દુબઈના શાસકને સજા માફ કરવાની અપીલ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 22 વર્ષ પછી વતન પરત ફરી હમીદા બાનો, નોકરી માટે દુબઈની લાલચ આપી પાકિસ્તાન લઈ ગયો એજન્ટ

આ પણ વાંચો: દુબઈમાં ભારતીય મૂળના ઉદ્યોગસાહસિકે બનાવી 1 લાખ રૂપિયાની ‘ગોલ્ડ કડક ચા’

આ પણ વાંચો: દુબઈથી ચાલતા રેકેટનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે કરી ઠગોની ધરપકડ