Surat News/ સુરતમાં દુબઈથી ચાલતા રેકેટનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે કરી ઠગોની ધરપકડ

ઠગ તોડકી દ્વારા સૌ પ્રથમ ફેસબુક અને વહોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવતા ત્યાર બાદ સામે વાળને વિશ્વાસમાં લઈ સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને………

Top Stories Gujarat Surat Breaking News
Image 2024 09 14T093257.062 સુરતમાં દુબઈથી ચાલતા રેકેટનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે કરી ઠગોની ધરપકડ

Surat News: સુરતમાં ઠગાઈની (Cheating) વધુ એક ઘટના સામે આવી છે, જેમાં દુબઈથી ચાલતા રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતના આરોપીઓની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખુલતા કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના (Social Media) માધ્યમથી લોકો સાથે ચિટીંગ કરતી સુરતની ટોળકી ઝડપાઈ છે.

સોશિયલ મીડિયાનો યુઝ કરી ફેસબુક તથા વ્હોટ્સએપ ગ્રુપના માધ્યમથી સટોક માર્કેટમાં રોકાણના બહાને કતારગામ, સિંગણપોર વિસ્તારના ચાર ઠગોની સુરત ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ઠગ તોડકી દ્વારા સૌ પ્રથમ ફેસબુક અને વહોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવતા ત્યાર બાદ સામે વાળને વિશ્વાસમાં લઈ સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવા ના બહાને ઠગાઈ કરવામાં આવતી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. મૂળ જૂનાગઢ,અમરેલી અને સુરેન્દ્રનગરના અને હાલ સુરતના કતારગામ અને સિંગણપોર વિસ્તારમાં ઠગાઈના અસંખ્ય કેસ પોલીસ ચોપડે નોંધાઇ રહ્યા છે.

Image 2024 09 14T093407.153 સુરતમાં દુબઈથી ચાલતા રેકેટનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે કરી ઠગોની ધરપકડ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છત્તીસગઢ (Chhattisgarh) રાજ્યના મહાસમુંદ, દુર્ગ જીલ્લાના સુપેલા અને બસ્તર જીલ્લાના બોધઘાટ પોલીસ સ્ટેશનમાં કુલ રૂ. 3.13 કરોડના સાયબર ફોડની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીઓને સોશિયલ મીડિયા ઉપર ફેસબુક મારફતે ભોગ બનવવામાં આવતા
આરોપીઓ સુરતથી કનેક્શન ધરાવતા હોવાથી વિવિધ રાજ્યની પોલીસે સુરત ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી આરોપીઓને પકડવા મદદ માંગી હતી.

આશ્ચર્યની વાત તો એ છે કે લોકોની સાથે ચીટીંગ કરનાર રેકેટનો મુખ્ય સૂત્રધાર સુરતનો જ છે જે દુબઈથી આખો રેકેટ ઓપરેટ કરે છે ચીટર ટોળકી દ્વારા જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગરના નબળા અને જરૂરીયાતમંદ લોકોને ટાર્ગેટ કરી તેઓને પૈસાની લાલચ આપી એકાઉન્ટ ખોલાવી બાદમાં પોતે તે એકાઉન્ટનો ઉપયોગ કરી ઠગાઈ આચરતા હતા.

આરોપીઓ ખૂબજ ચાલાકીથી વ્હોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં રોકાણ કરવાની લોભામણી સ્કીમ આપતા સાથે જ નબળા, અને જરૂરીયાતમંદોને રૂ.5 થી 10 હજારની લાલચ આપી એકાઉન્ટ ખોલાવી લાખો રૂપિયાનું રોકાણ કરાવતા. ત્યાર બાદ તેમાં રૂ.2 થી 3 હજારનો ફાયદો બતાવી મોટા પાયે રોકાણ કરાવ્યા બાદ રોકાણ કરેલા રૂપિયા પરત મેળવવા હોય તો કંપનીના નિયમ પ્રમાણે વધુ પૈસા જમા કરાવવા પડશે તેવું કહી સોશિયલ મીડિયામાં માધ્યમ થી તેમને બ્લોક કરી ઠગાઈ કરતા હતા, ચિટીંગ કરના જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર અને હાલ સુરતના કતારગામ અને સિંગણપોર વિસ્તારમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે મલો ઉર્ફે મૌલીક ડોબરીયા, ઘનશ્યામ ઉર્ફેજ લાલો નારોલા, અભિષેક ઉર્ફે અભી આજગીયા અને યજ્ઞેશ શીયાણીયાની સુરત ની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છત્તીસગઢ સાયબર પોલીસને સોંપ્યા હતા. હાલ જેમની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી રહી છે.

ચારેયમાં આરોપી અભિષેક અગાઉ પણ એક ગુનામાં સંડાવાયેલો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. થોડા સમય પહેલા અભિષેકની જીએસટી નંબરનો દુરુયોગ કરી 15.18 કરોડના ટ્રાન્ઝેશનમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું, આરોપી અભિષેકનો જીએસટીનો આઈડી-પાસવર્ડ અગાઉ સાયબર ક્રાઈમ પોલીસના હાથે ઝડપાયેલા ભાવેશ ઉર્ફે મુસો કાકડીયાને આપી દીધા હતા. આ પ્રકરણમાં અભિષેક દુબઈના સૂત્રધાર બાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તે અગાઉ દુબઈ પણ ગયો હતો, હાલ ક્રાઈમ બ્રાન્ચે ચારેયનો કબજો છત્તીસગઢ સાયબર પોલીસને સોંપતા ચારેયના ચાર દિવસના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવી રવાના કર્યા છે.

@રાબિયા સાલેહ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, ટાયરમાં સંતાડીનેકરતા હતા હેરાફેરી

આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, 20 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

આ પણ વાંચો:ભરૂચ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, કોલસાના કાળાબજારીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપ્યા