Surat News: સુરત ક્રાઈમ બ્રાન્ચની (Crime Branch) ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે સુરત શહેર પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટીમ બનાવી વિવિધ ગુનાઓમાં સપડાયેલા આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે,
સુરતના રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ-ખંડણીના (Kidnapping) ગુનામાં 20 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. 20 વર્ષ પહેલાં આરોપીએ 4 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું સાથે જ ફરિયાદી પાસેથી ખંડણીની માંગણી કરી હતી. જે બાદ આ ગુનામાં છેલ્લા 20 વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને ખેડા ખાતેથી ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.
સુરતમાં અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરતની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દબોચી લીધો છે, પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદના આધારે આરોપી એ 20 વર્ષ પહેલાં 4 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું,જે બાદ બાળક બાળકને મારી નાખવાની ધમકી આપવાની સાથે ફરિયાદીને ધમકાવવામાં આવ્યો હતો, સાથે જ પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો આરોપી ઉત્તર પ્રદેશમાં હોવાની સુરતની ક્રાઈમ બ્રાન્ચને બાપની મળી હતી જે બાદ પોલીસે ઉત્તર પ્રદેશથી આરોપીને ઝડપી સુરત લાવી કાર્યવાહી હાથ ધરી છે.
નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડયો છે,પોલીસ એ આપેલી માહિતિ અનુસાર આરોપી મૂળ ઉતર પ્રદેશનો વતની છે, આરોપી અભયચંદ યાદવને ઉત્તર પ્રદેશના ખેડા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતો હતો.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી 2004ના વર્ષમાં સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો હતો, તેની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેને પૈસાના ફાફડા પડી ગયા હતા, ત્યારે તેને પૈસાની જરૂર પડતા સહ આરોપી તડકેશ્વર સાથે મળીને મુખ્ય આરોપી એ 4 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું અને ફોન કરીને તારા છોકરાને લેવા માટે અડધા કલાકમાં 10 હજાર લઈને આવ નહિ તો વેચી મારીશ તેમ કહ્યું હતું.
જે બાદ સમગ્ર મામલો રાંદેર પોલીસ મથકે પહોચ્યો હતો.આ ગુનામાં આરોપી છેલ્લા 20 વર્ષથી નાસ્તો ફરતો હતો દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને બાતમીના આધારે ઉત્તર પ્રદેશના ખેડા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
@રાબિયા સાલેહ
આ પણ વાંચો:પાટણમાં સગીરાના અપહરણના કેસમાં યુવાનને દસ વર્ષની સજા
આ પણ વાંચો:આ તે કેવો અપહરણકર્તા કે બાળક તેને છોડતી વખતે ચોધાર આંસુએ રડ્યો, જાણો કિસ્સો
આ પણ વાંચો:સગીરાનું કર્યુ અપહરણ, માતાપિતાને બોલાવ્યા…નજર સામે ભરી દીધી માંગ