સુરત
સુરત પાંડેસરા દુષ્કર્મ-હત્યા મામલે દિવસેને દિવસે એક પછી એક ચોંકાવનારા ખુલાસો સામે આવી રહ્યા છે. રાજસ્થાનથી પોલીસે હર્ષસાંઈ ગુર્જરની ધરપકડ કર્યા બાદ તેની સાથે તરત જ પુછપરછ કરવાની ચાલુ કરી દીધી હતી. પહેલા તો હત્યા પોતે ન કરી હોવાનું રટણ ચાલુ કર્યું હતું, ત્યાર બાદ એવી કબૂલાત કરી હતી કે બાળકીની માતા ગુમ થયા બાદ બાળકીને પોતાની સાથે રાખી એ મુદ્દે ઘરમાં ઝઘડો થયા કરતો હતો. ત્યારે આ બાળકીને કઈ જગ્યા પર રાખવી એ સવાલો જવાબ ન મળતા આખરે તેની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. હર્ષ સાંઈએ મહિલા અને બાળકીની હત્યા કર્યા પછી એમ લાગી રહ્યું છે કે હર્ષ એક રીઢા ગુનેગારની જેમ ગુનો કર્યો છે.

બાળકીની હત્યારા સુધી પહોંચવા માટે પોલીસે સીસીટીવી કેમરા ફૂટેજ અને મોબાઇલ સ્વ્રેલન્સ ઉપર નજર રાખી હતી.સીસીટીવી કેમેરામાં પોલીસને એક કાર દેખાઈ જે 55થી60 સેકન્ડ ઉભી રહી પછી ત્યાંથી જતી રહી હતી. આ ફૂટેજ ખુબ જ નાના હોવાથી એ રૂટના કેમેરા ચેક કરાયા હતા. જેમાં આ કારના દ્રશ્યો મળી આવ્યા. પોલીસે ગાડીની ઓળખ માટે ઓટોમોબાઇલ નિષ્ણાંતોની મદદ લીધી હતી. દુષ્કર્મ-હત્યા મામલે જે કાર વપરાઈ હતી તેના સીસીટીવી ફૂટેજમાં સ્પાર્ક કારનો ઉપયોગ કરાયો હોવાનું બહાર આવ્યું હતું.
ફૂટેજથી કારનો નંબર મળ્યા બાદ RTOમાંથી રજીસ્ટ્રેશનનું સરનામું મેળવી પોલીસે ત્યાં પહોંચી હતી. જોકે તપાસ કરતા સરનામું ખોટું હોવાનું જાણવા મળ્યું. જોકે પોલીસે આ કારના બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા જેમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વેળા લોન લેવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે લોન આપનાર ફાઈનાન્સરની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે કાર માલિકનું સાચુંએડ્રેસ મેળવ્યું હતું. પોલીસે કાર માલિકની ઓળખને બહાર નથી પાડી. પરંતુ મુખ્ય આરોપી રાજસ્થાનના સવાઈ માધોપુરમાં રહેનાર હર્ષ સાંઈ ગુર્જરના રૂપમાં કરવામાં આવી હતી. પત્નીના ઝગડાનાથી કંટાળી આરોપી હર્ષ ગુર્જરે પોતાના ભાઈ સાથે મળીને બાળકીની હત્યા કરી. જેના બાદ પોતાના મિત્રની સ્પાર્ક ગાડી માંગી. જેમાં મુકીને બાળકીની લાશને પાંડેસર વિસ્તારમાં ફેંકી દીધી. આ ઘટના પછી આરોપી સવાઈ માધોપુરમાં જ સંતાઈ ગયો હતો.
