Ahmedabad News/ અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, ટાયરમાં સંતાડીનેકરતા હતા હેરાફેરી

ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 2024 09 12T133151.643 અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, ટાયરમાં સંતાડીનેકરતા હતા હેરાફેરી

Ahmedabad News: ફરી એક વખત નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાં 1 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલરોએ એવી તરકીબ અપનાવી હતી કે તમે જોઇને ચોંકી જોશો.

અમદાવાદથી પકડાયેલા કરોડોના ડ્રગ્સ અંગે મોટો ખુલાસો થયો છે. ફરી એકવાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને 1 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. ક્રાઇમ બ્રાન્ચે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુવાદી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ડ્રગ્સ પહોંચાડનાર અતિક નામનો આરોપી ફરાર થઇ ગયો હતો.

જણાવી દઈએ કે, ટાયરમાં સંતાડીને ડ્રગ્સ ઘૂસાડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ઈકો ગાડીમાં સંતાડીને ડિલિવરી થઈ રહી હતી. સાથે જ શંકા ન જાય તે માટે પરચૂરણ સામાન પણ રખાયો હતો. ટાયરમાં કેવી રીતે ડ્રગ્સ સંતાડીને ઘૂસાડવામાં આવતું હતું, તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, ટાયરની અંદર ડ્રગ્સના પેકેટ મૂકવામાં આવ્યા હતા. જેની ઉપર ટ્યૂબ રાખવામાં આવી હતી. જે સામાન્ય ટાયરની જેમ જ દેખાતું હતું. પરંતુ ટાયર ખોલતા જ તેમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.

ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી એક વાર ફરી ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાડા ત્રણ કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રગ્સની હેરાફેરી કરતી વિદેશી મહિલા ઝડપાઈ