Ahmedabad News/ અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાડા ત્રણ કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત

અમદાવાદમાં ડ્રગ્સ ઘૂસાડવાના નવા જ પ્રકારના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ ઝડપાયું છે.

Gujarat Top Stories Ahmedabad Trending Breaking News

Ahmedabad News: અમદાવાદમાં ડ્રગ્સ ઘૂસાડવાના નવા જ પ્રકારના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદમાં આમ ડ્રગ્સ મોકલવાની નવી જ શૈલી પ્રકાશમાં આવી છે. આ પકડાયેલું ડ્રગ્સ સાડા ત્રણ કરોડની કિંમતનું છે. અમદાવાદ પોલીસ પણ ડ્રગ્સ મોકલવાના આ નવા કીમિયાથી આશ્ચર્યમાં મૂકાઈ ગઈ છે.

અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમે શાહીબાગ ખાતેની પોસ્ટ ઓફિસમાં તપાસ કરતાં પાર્સલમાંથી હાઇબ્રિડ અને લિક્વીડ ગાંજો કબ્જે કર્યો હતો. આ અગાઉ આરોપીની પૂછપરછમાં હકીકત સામે આવતા પારસલ ડિલિવર થાય તે પહેલાં જ જથ્થાને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. પાર્સલ ડિલિવર થાય તે પહેલાં જ બાતમીના આધારે પોલીસે જથ્થો ઝડપ્યો હતો.

અમદાવાદમાં થોડા મહિના પહેલાં પણ વિદેશમાં આવેલા પાર્સલમાંથી 1.15 કરોડનાં હાઇબ્રિડ ગાંજાના 14 પેકેટ મળી આવ્યા બાદ હવે 3.50 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ પેકેટ કેનેડા, અમેરિકા અને થાઇલેન્ડના પાર્સલ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાં પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હજી ગઇકાલે જ BSF દ્વારા સર્ચ ઑપરેશનમાં, ભુજના જખૌ કાંઠે બે અલગ-અલગ જગ્યાએથી શંકાસ્પદ દવાઓના 27 પેકેટ મળી આવ્યા હતા. આમાંથી, દરેક 17 પેકેટમાં પીળી ગોળીઓના 03 નાના પેકેટ છે, જે સિન્થેટિક ડ્રગ્સ/મોર્ફિન હોવાની શંકા છે. BSF દ્વારા છેલ્લા એક સપ્તાહમાં જખાઉ કિનારેથી શંકાસ્પદ દવાઓના 129 પેકેટ ઝડપાયા છે. બીએસએફ દ્વારા દરિયાકાંઠે આવેલા અલગ-અલગ ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન શોધ કરવામાં આવી રહી છે.

ગુજરતના વિવિધ ઠેકાણેથી નશીલા પદાર્થનો જથ્થો પકડાવાનું બંધ થતું નથી. આવા જ ક બનાવમાંકચ્છના ક્રીક વિસ્તારમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે.આ બનાવની વિગત મુજબ કચ્છના ક્રીક વિસ્તારમાં ડ્ગર્સની હેરાફેરી થતી હોવાથી બીએસએફના જવાનો સતત પેટ્રોલિંગ કરતા હોય છે. દરમિયાન જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધરતા તેમને અંદાજે 150 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો હતો.

આ ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન અને ચરસ જેવા નશીલા પદાર્થના અલગ અલગ પેકેટ મળી આવ્યા હતા. જેમાં જવાનોએ એક સપ્તાહમાં 150થી વધુ પેકેટ જપ્ત કર્યા હતા. હજાપણ આ વિસ્તારમાંતી ડ્રગ્સનો જથ્થો મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જેને પગલે બીએસએફના જવાનો ખાડી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શનિવારથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દસ દિવસની મેગા ડ્રાઇવ

આ પણ વાંચો:  કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

આ પણ વાંચો: ગોધરામાં NEET-UG પરીક્ષામાં છેડછાડ, તાર ક્યાં સુધી જોડાયેલા છે,પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો: સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત