Not Set/ કલકત્તામાં PM મોદી વિરુધ શરુ થયો વિપક્ષનો સૌથી મોટો મેગા-શો

કલકત્તા, ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે હવે આ ઇલેકશનને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા પહેલાથી જ કવાયત શરુ થઇ છે, ત્યારે કલકત્તામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ વિપક્ષી પાર્ટીનો સૌથી જમાવડો થવાનો છે. #Kolkata: West Bengal CM & TMC Chief Mamata Banerjee arrives at 'United India' opposition rally. pic.twitter.com/m693iWvoFy — […]

Top Stories India Trending

કલકત્તા,

ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે હવે આ ઇલેકશનને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા પહેલાથી જ કવાયત શરુ થઇ છે, ત્યારે કલકત્તામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ વિપક્ષી પાર્ટીનો સૌથી જમાવડો થવાનો છે.

આ તમામ પાર્ટીઓના નિશાના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર હશે.

૪૧ વર્ષ બાદ થઇ રહ્યો છે આ જમાવડો

જોવામાં આવે તો, ૪૧ વર્ષ બાદ દેશની વિપક્ષી પાર્ટીઓ આ રીતે ભેગી થઇ રહી છે, જ્યાં ૨૦ પાર્ટીઓના નેતાઓ એકસાથે ભેગા થશે અને કેન્દ્રની વર્તમાન સરકાર વિરુધ ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે. આ પહેલા વર્ષ ૧૯૭૭માં જ્યોતિ બસુએ અહિયાં કોંગ્રેસ વિરુધ બ્યુગલ ફૂકયું હતું.

મમતા બેનર્જીએ કહ્યું, “આ વખતે ભાજપ માત્ર ૧૨૫ સીટોની અંદર જ સમેટાઈ જશે. ૪૧ વર્ષ બાદ કલકત્તામાં વિપક્ષી પાર્ટીઓ ભેગી થઇ રહી છે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “ભગવા પાર્ટી (ભાજપ)ના કુશાસન વિરુધ સંયુક્ત લડતનો આ સંકલ્પ છે. જેથી ભાજપના કુશાસન વિરુધ આ સંયુક્ત ભારત રેલી હશે”.

૪૦ લાખ લોકો રહેશે હાજર

માનવામાં આવી રહ્યું છે કે, કલકત્તાના બ્રિગેડ મેદાનમાં આયોજિત આ મેગા – શોમાં અંદાજે ૪૦ લાખ લોકો હાજર રહેવાના છે અને બપોર સુધી તેઓ આ વિશાળ મેદાનની એક એક ઇંચ જગ્યાને ભરી દેશે. આ મેદાનમાંથી જ કેન્દ્રની મોદી સરકાર વિરુધ હુંકાર ભરવામાં આવશે.

૨૦ પાર્ટીઓના નેતાઓ રહેશે હાજર

મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ મળી રહેલી ૨૦ પાર્ટીઓના નેતાઓ હાજર રહેવાના છે, જેમાં કોંગ્રેસ, જેડીએસ, નેશનલ કોન્ફરન્સ, NCP, RJD, SP, બસપા, ટીડીપી તેમજ આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીઓ શામેલ છે.

જો કે આ રેલીમાં YSRના પ્રમુખ અને તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ હાજર રહેશે નહિ.