મુંબઇ,
છેલ્લા ઘણા દિવસો #10yearchallenge હેઠળ ઘણા બોલિવૂડ સિલેબ્રિટીઝ પણ તેમના દસ વર્ષ જુના ફોટો શેર કર્યા છે. આમની એક છે બોલિવૂડની સેક્સી એક્ટ્રેસ મલાઈકા અરોરા તેને પણ આ ચેલેન્જ માટે એક જૂની અને એક લેટેસ્ટ ફોટો શેર કરી. જોકે મલાઈકા એક ભૂલ કરી બેઠી. તેણે દસ વર્ષ જુની તસ્વીરના બદલે 20 વર્ષ જૂની તસ્વીર પોસ્ટ કરી છે. આ કન્ફ્યુઝન માટે મલાઈકા સોશિયલ મીડિયા પર ખુબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ ગઈ છે.
https://www.instagram.com/p/BsxCvcYhH6j/?utm_source=ig_embed
તાજેતરમાં મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયાના આ ચેલેન્જને લઈને બે ફોટા શેર કરી છે. જે માંથી એક ફોટો મલાઈકાના આઇકોનિક સોંગ ‘છય્યાં છય્યાં’ નું શૉટ છે અને બીજો ફોટો નવી છે. ‘છય્યાં છય્યાં’ની તસ્વીર 1998 ની છે અને બીજી તસ્વીર 2018 ની છે. તેના સાથે મલાઈકાએ કેપ્શન પણ લખ્યું કે છેલ્લા 20 વર્ષ કમાલન હતા અને હવે તે આગામી 20 વર્ષ તરફ જોઈ રહી છે.

તેના પછી ટ્રોલર્સે કોમેન્ટેમાં તેને જણાવ્યું કે આ 20 વર્ષનો નથી 10 વર્ષનો ચેલેન્જ હતો. તેમ છતાં, મલાઈકાના ફેન્સે તેના બંને ફોટાની પ્રશંસા પણ કરી અને કહ્યું કે તે ત્યારે પણ હોટ હતી અને હજી પણ હોટ છે.
આપને જણાવી દઈએ કે આજકાલ #10Yearchallenge સોશિઅલ મીડિયા પર લેટેસ્ટ સેન્સેશન છે. તેના હેઠળ લોકો પોતાની લેટેસ્ટ તસ્વીર સાથે 10 વર્ષ જૂની તસ્વીર શેર કરી રહ્યા છે. તેના હેઠળ ઘણા બોલિવૂડ સિલેબ્સ પણ તેમની ફોટો શેર કરી ચુક્યા છે.
અહીં જુઓ બોલિવૂડ સિલેબ્સની ફોટો…








