Not Set/ સુરત: 500 હિંદુઓ કરશે બૌદ્ધ ધર્મનો અંગીકાર

સુરત, સુરતના ગોડાદરામાં બૌદ્ધ સમાજનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 500 હિંદુઓ ધર્મપરિવર્તન કરશે. આ તમામ હિંદુઓ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરશે. ઉલ્લેખનીય છે કે, આ હિંદુઓએ 5 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટમાંથી હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરવાની પરવાનગી માગી હતી. સુપ્રીમ કોર્ટમાંથી પરવાનગી મળતા હિંદુ બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરશે. બૌદ્ધ ધર્મ દીક્ષા અંગીકાર સમિતિના સુરતના એક […]

Top Stories Gujarat Surat

સુરત,

સુરતના ગોડાદરામાં બૌદ્ધ સમાજનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 500 હિંદુઓ ધર્મપરિવર્તન કરશે. આ તમામ હિંદુઓ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરશે.

ઉલ્લેખનીય છે કે, આ હિંદુઓએ 5 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટમાંથી હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરવાની પરવાનગી માગી હતી. સુપ્રીમ કોર્ટમાંથી પરવાનગી મળતા હિંદુ બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરશે.

બૌદ્ધ ધર્મ દીક્ષા અંગીકાર સમિતિના સુરતના એક કન્વીનર અનુસાર, ધર્મપરિવર્તન અંગેની કાયદાની લાંબી પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ સુરત જિલ્લા કલેક્ટર તરફથી ધર્મપરિવર્તનની મંજૂરી મળી ગઇ છે. જે અંતર્ગત પ્રમાણપત્રના વિતરણ માટે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મામલામાં સુરતનાં કલેક્ટરે જણાવ્યું કે, છેલ્લાં પાંચ વર્ષમાં ધર્મપરિવર્તન કરવા માટે 500થી વધારે લોકોએ જિલ્લા અધિકારીઓને અરજી કરી છે. આ લોકો કોઈના દબાણમાં આવીને અથવા પોતાની ઇચ્છાથી ધર્મપરિવર્તન કરી રહ્યા છે તે જાણવા માટે પોલીસે પૂછપરછ કરી હતી.