Not Set/ AIIMS માંથી ભાજપના ચાણક્યને કરાયા ડિસ્ચાર્જ, સ્વાઈન ફ્લુ થતા કરાયા હતા ભરતી

નવી દિલ્હી, ૧૫મી જાન્યુઆરી મકરસંક્રાંતિના તહેવારના બીજા જ દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ થતા તેઓને રાજધાની દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે તેઓને રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. हम सभी के लिए हर्ष का विषय है कि हमारे यशस्वी राष्ट्रीय अध्यक्ष श्री @AmitShah जी आज पूर्ण रूप से स्वस्थ हो […]

Top Stories India Trending

નવી દિલ્હી,

૧૫મી જાન્યુઆરી મકરસંક્રાંતિના તહેવારના બીજા જ દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ થતા તેઓને રાજધાની દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે તેઓને રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ભાજપના નેતા અનિલ બલૂનીએ પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના ડિસ્ચાર્જ થવાને લઈ જાણકારી આપી હતી.

તેઓએ ટ્વિટ કરતા કહ્યું હતું કે, “બધા માટે આનંદનો વિષય છે કે, અમારા યશસ્વી એવા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહજી આજે પૂર્ણરૂપથી સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ થઈને પોતાના નિવાસસ્થાને આવી ગયા છે. તમામ કાર્યકર્તાઓ અને શુભચિંતકોઓની શુભકામના માટે આભાર..”.

આ પહેલા અમિત શાહે ટ્વિટ કરતા લખ્યું કે મને સ્વાઈન ફલૂ થયો છે,જેનો ઉપચાર ચાલે છે.ઈશ્વરની કૃપા અને આપ સૌના પ્રેમ અને શુભકામનાઓથી જલ્દી સ્વસ્થ થઈ જઈશ.