Not Set/ બિમલ શાહ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાશે?અટકળો થઇ તેજ

અમદાવાદ લોકસભા ચૂંટણીને આડે હવે ત્રણ-ચાર મહિનાની જ વાર હોઇ રાજ્યમાં રાજકારણ ગરમ થઇ રહ્યું છે.રાજ્યમાં હવે પાટલી બદલવાની મોસમ તેજ થઇ રહી છે ત્યારે ભાજપના એક નેતા  કમળનો સાથ છોડીને પંજાનો હાથ પકડે તેની ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાંક મીડીયાના રિપોર્ટ્સ પ્રમાણે  એક સમયના ભાજપના કદાવર નેતા અને પૂર્વ વાહન વ્યવહાર મંત્રી બિમલ […]

Top Stories Gujarat

અમદાવાદ

લોકસભા ચૂંટણીને આડે હવે ત્રણ-ચાર મહિનાની જ વાર હોઇ રાજ્યમાં રાજકારણ ગરમ થઇ રહ્યું છે.રાજ્યમાં હવે પાટલી બદલવાની મોસમ તેજ થઇ રહી છે ત્યારે ભાજપના એક નેતા  કમળનો સાથ છોડીને પંજાનો હાથ પકડે તેની ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે.

કેટલાંક મીડીયાના રિપોર્ટ્સ પ્રમાણે  એક સમયના ભાજપના કદાવર નેતા અને પૂર્વ વાહન વ્યવહાર મંત્રી બિમલ શાહ હવે કોંગ્રેસમાં જોડાઇ રહ્યાં છે, કેશુભાઇ પટેલની સરકારમાં ખેડાની કપડવંજ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતીને મંત્રી બનેલા બિમલ શાહને છેલ્લા કેટલાક સમયથી પાર્ટી દ્વારા નજર અંદાજ કરાઇ રહ્યાં હતા.

હવે એવી વાત ચાલી છે કે બિમલ શાહ ટુંક સમયમાં ભાજપને અલવિદા કહેશે.જો કે બિમલ શાહ તરફથી હજુ સુધી કોઇ અધિકૃત જાહેરાત કરવામાં નથી આવી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લી વિધાનસભામાં ચૂંટણીમાં પ્રજાલક્ષી કામોમાં અવ્વલ રહેતા બિમલ શાહને નજર અંદાજ કરીને ભાજપે કનુ ડાભીને ટિકિટ આપી હતી અને તેમની હાર થઇ હતી. કપડવંજ બેઠક પર કોંગ્રેસનાં કાળુસિંહ ડાભીની જીત થઇ હતી.બિમલ શાહે અપક્ષ ઉમેદવારી નોંધાવતા 47000 જેટલા મત મેળવ્યાં હતા અને ભાજપને મોટું નુકસાન થયું હતુ,

સુત્રોના કહેવા પ્રમાણે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય અમદાવાદથી બિમલ શાહ કોંગ્રેસમાં જોડાશે.સાથે જ કપડવંજ મત વિસ્તારના અનેક કાર્યકર્તાઓ પણ કોંગ્રેેસનો ખેસ ધારણ કરશે. ત્યારે સતત અવગણના બાદ બિમલ શાહ હવે કોંગ્રેસમાં જોડાઇ રહ્યાં છે અને જો તેઓ ખેડા જિલ્લામાં સક્રિય થશે તો પહેલાથી જ નુકસાન ભોગવી રહેલી ભાજપને અહી લોકસભા જીતવામાં મુશ્કેલી થશે તે નક્કી છે.