Not Set/ રાજકોટ : સરદાર પટેલ ભવન ખાતેથી નીકળી ખોડલધામ પદયાત્રા, યાત્રામાં જોડાયા ૧૫૦૦થી વધુ પાટીદારો

રાજકોટ, રાજકોટના કાગવડ સ્થિત નિર્માણ કરવામાં આવેલા ખોડલધામ ધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ૨ વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટથી નીકળી ખોડલધામ મંદિર સુધીની ૬૦ કિલોમીટર લાંબી પદયાત્રાને પાટીદાર આગેવાન અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના આગેવાની હેઠળ કાઢવામાં આવી હતી. આ યાત્રામાં અંદાજે ૧૫૦૦થી વધુ પાટીદારો જોડાયા છે તેમજ ખોડલધામની મહિલા […]

Gujarat Rajkot Trending

રાજકોટ,

રાજકોટના કાગવડ સ્થિત નિર્માણ કરવામાં આવેલા ખોડલધામ ધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ૨ વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટથી નીકળી ખોડલધામ મંદિર સુધીની ૬૦ કિલોમીટર લાંબી પદયાત્રાને પાટીદાર આગેવાન અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના આગેવાની હેઠળ કાઢવામાં આવી હતી.

આ યાત્રામાં અંદાજે ૧૫૦૦થી વધુ પાટીદારો જોડાયા છે તેમજ ખોડલધામની મહિલા પાંખ જોડાઈ હતી.

આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં પાટીદારો જોડાશે અને ગોંડલ થઇ આવતી કાલે કાગવડ ખાતે ખોડલધામ મંદિર પહોચશે અને ખોડલ માતાની મહા આરતી કરવામાં આવશે. જેમાં અનેક પ્રતિષ્ઠિત, સામાજિક અને રાજકીય આગેવાનો જોડાશે.