Not Set/ રાજ્યકક્ષાના મંત્રીના લેટર પેડ નાસ્તાના કાગળ બની ગયા, રિવરફ્રન્ટ પર ચણા ચટપટીની મજા માણી રહ્યા છે લોકો

અમદાવાદ, રાજ્યકક્ષાના મંત્રી નાનુભાઇ વાનાણીના લેટર પેડ નાસ્તાના કાગળ બની ગયા છે. રિવરફ્રન્ટ પર નાનુભાઇ વાનાણીના લેટરપેડનો ઉપ્યોગ પસ્તી તરીકે કરવામાં આવી રહ્યો છે. લોકો આ લેટર પેડ પર ચણા ચટપટીની મજા માણી રહ્યા હોવાનો વિડીયો પણ વાઇરલ થયો છે. જો કે વાત એવી પણ બહાર આવી છે કે આ ચણા ચપટી વેચનાર પાસે 25 […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

રાજ્યકક્ષાના મંત્રી નાનુભાઇ વાનાણીના લેટર પેડ નાસ્તાના કાગળ બની ગયા છે. રિવરફ્રન્ટ પર નાનુભાઇ વાનાણીના લેટરપેડનો ઉપ્યોગ પસ્તી તરીકે કરવામાં આવી રહ્યો છે.

લોકો આ લેટર પેડ પર ચણા ચટપટીની મજા માણી રહ્યા હોવાનો વિડીયો પણ વાઇરલ થયો છે. જો કે વાત એવી પણ બહાર આવી છે કે આ ચણા ચપટી વેચનાર પાસે 25 કિલો વજનના લેટર પેડ છે. પણ સવાલ એ થાય છે કે આ લેટર પેડ આવ્યા ક્યાંથી. કોના દ્વારા આ લેટર પેડ ચણા ચટપટી વેચનારને આપવામાં આવ્યા તેવા અનેક સવાલો ઉભા થયા છે.